એકે-47-203 રાઇફલ્સનો સોદો ભારત અને રશિયા વચ્ચે પાકો થયો

04 September, 2020 08:33 AM IST  |  Mumbai | Agencies

એકે-47-203 રાઇફલ્સનો સોદો ભારત અને રશિયા વચ્ચે પાકો થયો

એકે-47-203 રાઇફલ્સનો સોદો ભારત અને રશિયા વચ્ચે પાકો થયો

દેશના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની મોસ્કો મુલાકાત દરમ્યાન ભારત અને રશિયાએ ભારતમાં એકે-47-203નાં ઉત્પાદનનો મહત્ત્વનો સોદો પાર પાડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યા મુજબ એકે-47-203 એ એકે-47 રાઇફલ્સનું એક આધુનિક અને ઍડ્વાન્સ વર્ઝન છે, જે ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમની 5.56 X 45 મિલીમીટરને રિપ્લેસ કરે છે. ભારતીય લશ્કરને ૭,૭૦,૦૦૦ એકે -47-203ની આવશ્યકતા છે, જેમાંથી એક લાખ રાઇફલ આયાત કરવામાં આવશે તથા બાકીની રાઇફલ્સનું દેશમાં જ ઉત્પાદન કરાશે, એમ રશિયાની સરકારી ન્યુઝ ચૅનલ સ્પુટનિક ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું. જોકે સોદાની પૂર્ણતા વિશે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કલાશિન્કોવ કન્સર્નના ઑર્ડનન્સ ફૅક્ટરી બોર્ડ (ઓએફબી)ને મિલિટરી એક્સપોર્ટ માટેની રશિયાની સરકારી એજન્સી રોસોબોરોનએક્સપો વચ્ચેના સંયુક્ત સાહસની કંપની ઇન્ડો-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (આઇઆરઆરપીએલ)ના નેજા હેઠળ રાઇફલ્સનું ઉત્પાદન ભારત કાલાશનીકોવ ગ્રુપ ૪૨ ટકા ભારતમાં કરવામાં આવશે.
આઇઆરઆરપીએલમાં ઓએફબી નિર્ણાયક ૫૦.૫ ટકા હિસ્સો ધરાવશે, જ્યારે કે રશિયન સરકારની એક્સપોર્ટ એજન્સી રોસોબોરોનેક્સપોર્ટ ૭.૫ ટકા હિસ્સો ધરાવશે.

national news international news india russia