9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને આપ્યો જન્મ, 470 કરોડમાંથી એક કિસ્સો બને છે

17 March, 2019 05:24 PM IST  | 

9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને આપ્યો જન્મ, 470 કરોડમાંથી એક કિસ્સો બને છે

આ મહિલાના બાળકોને જોઈને ડૉક્ટર પણ અચંબિત

તમે અત્યાર સુધી બે કે ત્રણ બાળકો એક સાથે જન્મતાં ઘણાં કિસ્સા જોયા જાણ્યાં હશે, પણ શું ક્યારેય તમે એકસાથે છ બાળકોના એક સાથે જન્મ્વાની વાત સાંભળી છે? આ ચમત્કાર થયો છે, અને તે પણ યુનાઈટેડ નેશન્સ ઑફ અમેરિકાના ટેક્સાસ શહેરમાં. અહીં એક સ્ત્રીએ એક સાથે છ બાળકોને જન્મ આપ્યો છે. આ સ્ત્રીએ એકસાથે છ બાળકોને જન્મ આપતાં તેના પારિવારિક સભ્યો અને ડૉક્ટરો પણ અચંબિત છે. મહિલા અને તેની બધાં બાળકો સ્વસ્થ છે, જો કે તેમને અત્યારે ડૉક્ટરની સારસંભાળમાં રાખવામાં આવેલ છે. ડૉક્ટરો પ્રમાણે એકસાથે છ બાળકોને જન્મ આપવાની ઘટના લગભગ ચમત્કાર છે.

ત્રણ સેટમાં આપ્યો જન્મ

હૉસ્પિટલ મેનેજમેન્ટ પ્રમાણે મહિલાએ છ બાળકોને ત્રણ સેટમાં જન્મ આપ્યો. શરૂઆતના બે સેટમાં જુડવા દીકરાઓ જન્મ્યા અને ત્રીજા સેટમાં જુડવા દીકરીઓએ જન્મ લીધો. ટેક્સાસના સમય પ્રમાણે આ બાળકો શુક્રવારે સવારે 4.50થી 4.59 દરમિયાન જન્મ્યા. છ બાળકોને જન્મ આપનાર માતા થેલ્મા ચિકા (Thelma Chiaka) સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ઘટનાને લીધે તે પોતે તેમજ તેનો આખો પરિવાર ખૂબ જ ખુશ છે. સાથે જ હૉસ્પિટલ અને ત્યાંના સ્ટાફ મેમ્બર્સ માટે પણ આ એક નવો જ અનુભવ રહ્યો. હોસ્પિટલમાં હાજર કર્મચારી અને અન્યો લોકો તેમજ સંબંધીઓ એકીસાથે જન્મેલા આ છ બાળકોને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.

આ પણ વાંચો : ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

470 કરોડમાંથી એક સ્ત્રી સાથે બન્યો આ બનાવ

હોસ્પિટલ મેનેજમેન્ટના કહ્યા પ્રમાણે જન્મેલા છ બાળકોનું વજન લગભગ (794 ગ્રામ)થી લઈને લગભગ (1.3 કિલો) જેટલું છે. ડૉક્ટરોના કહ્યાનુસાર બધાં બાળકોનું સ્વાસ્થ્ય સામાન્ય છે અને અત્યારે તેમને અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે એક સાથે છ બાળકોના જન્મ જેવી ઘટનાઓ વિશ્વભરમાં ખૂબ જ ઓછી બને છે. એવું માનવામાં આવે છે કે 4.7 બિલિયન (470 કરોડ) મહિલાઓમાંથી એક મહિલા એક સાથે છ બાળકોને જન્મ આપે છે.

american woman united states of america texas