ભારત-પાક-ચીન વચ્ચે વધશે ટેન્શન : અમેરિકા

15 April, 2021 12:12 PM IST  |  Washington | Agency

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલએસીમાંથી કેટલાક સૈનિકોને પાછા ખેંચી લેવા છતાં ભારત અને ચીન વચ્ચે તણાવ હજી પણ યથાવત્ છે.

GMD Logo

અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથે ભારતના બદલાતા જતાં સંબંધની આગાહી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાનું નથી, પરંતુ બન્ને દેશ વચ્ચે ટકરાવ વધશે અને તણાવ ઊભો થઈ શકે છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પાકિસ્તાનની ઉશ્કેરણી સામે લશ્કરી કાર્યવાહી કરવા પહેલાંથી વધુ તત્પર છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલએસીમાંથી કેટલાક સૈનિકોને પાછા ખેંચી લેવા છતાં ભારત અને ચીન વચ્ચે તણાવ હજી પણ યથાવત્ છે.

international news india china pakistan america