ટોક્યોમાં કોરોના કેસમાં ઓચિંતો વધારો : સૌથી મોટો ૨૮૪૮નો દૈનિક આંક

28 July, 2021 12:24 PM IST  |  Tokyo | Agency

ઑલિમ્પિક્સ થઈ એના ગણતરીના દિવસોમાં નવા કેસની દૈનિક સંખ્યા પોણાત્રણ હજારથી પણ વધી જવી એ જપાન માટે મોટી ચિંતાનો વિષય છે.

પ્રતીકાત્મક તસવીર

ઑલિમ્પિક ગેમ્સના યજમાન શહેર અને જપાનની રાજધાની ટોક્યોમાં ગઈ કાલે ૨૭ જુલાઈએ સવારે નોંધાયેલા કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યા ૨૮૪૮ હતી. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જપાનમાં એક દિવસના દરદીઓનો આ સૌથી મોટો આંકડો છે. ઑલિમ્પિક્સ થઈ એના ગણતરીના દિવસોમાં નવા કેસની દૈનિક સંખ્યા પોણાત્રણ હજારથી પણ વધી જવી એ જપાન માટે મોટી ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જપાનમાં કોરોના રોગચાળાની પાંચમી લહેર ગણવામાં આવે છે. જપાનમાં અત્યાર સુધીમાં કુલ ૨,૦૦,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. દરમ્યાન ઑલિમ્પિક વિલેજમાં એથ્લીટ્સ અને અધિકારીઓ મળીને નવા સાત કેસ ઉમેરાતાં કોવિડ ઇન્ફેક્શન ધરાવતા લોકોની સંખ્યા ૧૫૫ ઉપર પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ સાત જણમાં ચાર એથ્લીટ્સ છે. તેમાંના બે એથ્લીટ્સ ઑલિમ્પિક વિલેજમાં રહે છે. 

tokyo coronavirus covid19 international news