હવે માથાના દુખાવા સાથે જોડાયો કોરોના વાઇરસ

23 January, 2022 09:53 AM IST  |  Pittsburgh | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાં દાખલ થયેલાં બાળકોની માનસિક સ્થિતિ પર પડે છે વિપરીત અસર

પ્રતીકાત્મક તસવીર

કોવિડને કારણે ભરતી થયેલાં બાળકો પૈકી ૪૪ ટકા બાળકોમાં ન્યુરોલૉજિકલ લક્ષણો જોવા મળ્યાં છે. આવાં બાળકોને અન્ય બાળકો કરતાં વધુ સારી સારવારની જરૂર હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. યુનિવસિર્ટી ઑફ પિટ્સબર્ગ સ્કૂલ ઑફ મેડિસિન દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસ મુજબ આવાં બાળકોમાં મહત્ત્વના લક્ષણમાં તેમને માથાના દુખાવાની સમસ્યા રહે છે, જે એમના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડે છે. આ પ્રાથમિક તારણ બાદ પીડિયાટ્રિક દ્વારા કોરોના બાળકોના મગજ અને તેમની નર્વસ સિસ્ટમ પર કેવી અસર પાડે છે એના પર વધુ સંશોધન કરવામાં આવ્યું હતું.  
તબીબના જણાવ્યા પ્રમાણે કોવિડ વાઇરસની અસર અલગ-અલગ રીતની હોઈ શકે છે. કેટલાકને કોવિડ સંક્રમણ થયાના તરત બાદ આ અસર જોવા મળે છે તો કેટલાકના સાજા થયાનાં સપ્તાહો બાદ પણ આ અસર જોવા મળે છે. દરેક પેશન્ટ પર વાઇરસની અલગ-અલગ અસરના સવાલનો જવાબ શોધવા માટે વિશ્વભરના ૩૦ પીડિયાટ્રિક ક્રિટિકલ કૅર સેન્ટરના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે મુજબ કુલ ૧૨૭૮ પેશન્ટ્સ પૈકી ૨૧૫ બાળકોમાં આ સમસ્યા જોવા મળી હતી, જેમાં બાળકોમાં વાઇરસના સંક્રમણમાંથી મુક્ત થયાનાં ઘણાં સપ્તાહો બાદ પણ તાવ તેમ જ શરીરના વિવિધ અવયવોનું કામ ન કરવા જેવી સમસ્યાઓ જોવા મળતી હતી. કોરોના સાથે સંકળાયેલી સૌથી સામાન્ય સમસ્યા જો કોઈ હોય તો એ માથાના દુખાવો હતો. ઉપરાંત સ્વાદ જતો રહેવો, દૃષ્ટિ નબળી થવી જેવી સમસ્યાઓ પણ જોવા મળતી હતી. 
ભલે બાળકોમાં આ રોગનું પ્રમાણ ૧૪ ટકા જેટલું જ છે, પરંતુ બાળકોમાં ન્યુરોલૉજિકલ સમસ્યાને જોતાં એની ગંભીરતાને ઓછી ન આંકી શકાય, કારણ કે બાળકોને માથું દુખે છે એ જાણવું બહુ જ અઘરું છે.

337704
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

coronavirus covid19 international news