પૅરિસમાં વિરોધીઓના ભયને પગલે એફિલ ટાવર બે દિવસ બંધ

27 December, 2018 12:18 PM IST  | 

પૅરિસમાં વિરોધીઓના ભયને પગલે એફિલ ટાવર બે દિવસ બંધ

એફિલ ટાવર

પૅરિસમાં ૧૪ જોખમી વિસ્તારો ઓળખીને લગભગ ૮૦૦૦ પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યાં છે. વિરોધકો દ્વારા સ્ટ્રીટ-ફર્નિચર કે બાંધકામની સાઇટ્સ પર હુમલો કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પૅરિસની પોલીસે ઓળખી કઢાયેલાં સેક્ટર્સમાંથી કાચનાં કન્ટેનર્સ, રેલિંગ્સ અને બિલ્ડિંગ-મશીનનાં સેટઅપ હટાવી દીધાં છે.

છેલ્લા વીક-એન્ડમાં દેશભરમાં ૬૫,૦૦૦ પોલીસોની સામે આ વીક-એન્ડમાં ૮૯,૦૦૦ પોલીસો એકઠા કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે થયેલી હિંસામાં ૧૩૦ જણ જખમી થયા હતા તથા ૪૦૦ કરતાં વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓએ દેશમાં આ અઠવાડિયાના અંતે યોજાયેલી છ ફ્રેન્ચ લીગ સૉકર મૅચ પણ રદ કરી હતી. ડીઝલની કિંમતમાં તીવþ વધારો થવાને પગલે ૧૭ નવેમ્બરથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ચાર જણ મૃત્યુ પામ્યા છે.

eiffel tower