Stealth Omicron: ઉત્તર કોરિયામાં પહેલો કેસ મળતા કિમ જોંગ ઉને લાદ્યું લોકડાઉન

12 May, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટીલ્થ ઓમિક્રોન મ્યુટન્ટ્સનો ચેપ મળ્યા બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે ઉત્તર કોરિયામાં કોરોનાવાયરસ ચેપનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. આ સાથે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તમામ શહેરો પર લોકડાઉન લગાવી દીધું છે. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે “સ્ટીલ્થ ઓમિક્રોન મ્યુટન્ટ્સનો ચેપ મળ્યા બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે.” આ પછી, ગુરુવારે યોજાયેલી પાર્ટીની બેઠકમાં કિમ જોંગે દેશના રાષ્ટ્રીય સંસર્ગનિષેધ સ્તરને “મહત્તમ ઈમરજન્સી” સુધી વધારી દીધું છે.

ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી KCNA અનુસાર કિમે દેશના તમામ શહેરો પર લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે જેથી કરીને આ વાયરસના ચેપને રોકી શકાય.

KCNA એ અહેવાલ આપ્યો કે દર્દીને રાજધાની પ્યોંગયાંગ લઈ જવામાં આવ્યો હતો. સ્ટીલ્થ ઓમિક્રોનનું મ્યુટેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે, જેના કારણે આટલી સાવધાની રાખવામાં આવી રહી છે. KCNAએ કહ્યું કે આ સંક્રમણને ફેલાતો રોકવા માટે બેઠકમાં લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સમાચાર એજન્સીએ એ પણ જણાવ્યું કે તમામ વ્યવસાય અને ઉત્પાદન પ્રવૃત્તિઓનું આયોજન એ રીતે કરવામાં આવશે કે તેઓ એકલતામાં કામ કરી શકે અને ચેપના ફેલાવાને અટકાવી શકે.

international news north korea coronavirus covid19