ઓમાઇક્રોન સામે ફાઇઝર કરતાં સ્પુટનિક વધુ અસરકારક હોવાનો અભ્યાસમાં દાવો

22 January, 2022 11:03 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયન અને ઇટાલિયનના સંયુક્ત અભ્યાસ માટે સ્પુટનિક-વી બનાવનાર રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

રશિયાની સ્પુટનિક વી રસીના બે ડોઝ લેનારા લોકોમાં ઓમાઇક્રોનને ન્યુટ્રલાઇઝ કરનારી ઍન્ટિબોડીઝનું પ્રમાણ ફાઇઝરની રસી લેનારાઓની તુલનામાં વધુ હોવાનું એક અભ્યાસમાં જણાવાયું હતું. રશિયન અને ઇટાલિયનના સંયુક્ત અભ્યાસ માટે સ્પુટનિક-વી બનાવનાર રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં વૅક્સિનનો બીજો ડોઝ લીધા પછીના ત્રણથી છ મહિના બાદ લોકોનાં બ્લડ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ અભ્યાસમાં જણાયું હતું કે સ્પુટનિક વી રસી લેનારા લોકોમાં ફાઇઝર રસીના બે ડોઝ લેનારાઓની તુલનાએ ઓમાઇક્રોન વેરિઅન્ટમાં વાઇરસને નિષ્ક્રિય કરતી ઍન્ટિબોડીઝનું સ્તર બમણું હોય છે. 

3,47,254
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

international news coronavirus covid19 covid vaccine vaccination drive