ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગ, 6 ભારતીયના મોત, એક ગુજરાતીનુુ પણ મૃત્યુ

15 March, 2019 10:17 PM IST  | 

ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગ, 6 ભારતીયના મોત, એક ગુજરાતીનુુ પણ મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બૂે મસ્જિદમાં એકાએક ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 45 જેટલા લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આતંકી હુમલામાં 6 ભારતીયોના પણ મૃત્યુ પામ્યા છે. 6 ભારતીય મૃતકોમા 4 ભારતીય મૂળના રહેવાસી હતા જે વર્ષોથી ન્યુઝીલેન્ડમાં વસી રહ્યા હતાં. 6 ભારતીય પૈકી એક ગુજરાતી નાગરિકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ન્યુઝીલેન્ડ દ્વારા આ હુમલાની તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટના બાદ ક્રાઈસ્ટચર્ચમાં સ્થિત બધી સ્કૂલ બંધ છે. મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ઘરની અંદર રહે અને જો તેઓને કોઈ શંકાસ્પદ લાગે છે, તો પછી તરત જ અધિકારીઓને જાણ કરવી.

આ ઘટનાના સાક્ષીએ કહ્યું કે બંદૂક લઈને એક વ્યક્તિ અલ-નૂર મસ્જિદમાં ન્યુઝિલેન્ડના સમય અનુસાર લગભગ 1:45 વાગ્યે દાખલ થયો. એણે કહ્યું 'મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને હું ત્યાથી ભાગી ગયો. ઘણા લોકો ત્યા બેઠા હતા. હું મસ્જિદ પાછળ દોડ્યો'

ન્યૂ ઝીલેન્ડ માટે કાળો દિવસ: PM

ન્યૂ ઝીલેન્ડના પીએમ જૈસિન્ડા અર્ડર્ને આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, 'આ ન્યૂઝીલેન્ડ માટે કાળો દિવસ છે.'. પોલીસે એક વ્યક્તિને પકડી લીધો છે, પરંતુ મારી પાસે હજી સુધી તેના વિશે વધુ માહિતી નથી.

આ ઘટના દરમિયાન મસ્જિદમાં હતી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ

જણાવી દઈએ કે આ સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે છે. આ બનાવ દરમિયાન આખી ટેસ્ટ ટીમ મસ્જિદમાં હતી. બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના વિશ્લેષક શ્રીનિવાસ ચંદ્રશેખરને કહ્યું હતું કે આ હુમલા દરમિયાન સમગ્ર ટીમ મસ્જિદમાં હતી. જો કે, આ ઘટનામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને કોઈ નુકસાન થયું નથી. આ એક ભયાનક અનુભવ હતો.'

new zealand