SCO summit: પાકિસ્તાનના PM ઈમરાન ખાને કરાવ્યો ફજેતો, તોડ્યો પ્રોટોકોલ

14 June, 2019 05:47 PM IST  |  બિશ્કેક

SCO summit: પાકિસ્તાનના PM ઈમરાન ખાને કરાવ્યો ફજેતો, તોડ્યો પ્રોટોકોલ

પાકિસ્તાનના PM ઈમરાન ખાને કરાવ્યો ફજેતો, તોડ્યો પ્રોટોકોલ

શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાજનૈતિક પ્રોટોકોલનો ભંગ કરીને પોતાનો ફજેતો કરાવ્યો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગુરૂવારે શિખર સંમેલનના ઉદ્ધાટનના સત્ર દરમિયાન જ્યારે અલગ-અલગ રાષ્ટ્રાધ્યક્ષો સંમેલનના હૉલમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે તમામ લોકો તેમના સ્વાગતમાં ઉભા થઈ ગયા પરંતુ ઈમરાન તેની સીટ પર બેઠા રહ્યા.


ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફના ટ્વિટ્ટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને લાગ્યું કે માત્ર તેઓ જ બેઠા છે ત્યારે થોડી વાર માટે તેઓ ઉભા થઈ ગયા પરંતુ બીજા નેતાઓ બેસે તે પહેલા જ તેઓ પોતાની સીટ પર બેસી ગયા.

ઓઆઈસીમાં પણ તોડ્યો હતો પ્રોટોકોલ
ઈમરાને આ મહીનાની શરૂઆતમાં સઊદી અરબમાં થયેલા ઈસ્લામિક સહયોગ સંગઠન(ઓઆઈસી)ના 14માં શિખર સંમેલનમાં પણ રાજનૈતિક પ્રોટોકૉલને તોડ્યો હતો. આ સંમેલનમાં સઊદી અરબના શાહ સલમાન બિન અબ્દુલઅજીજ સાથે મુલાકાત દરમિયન તેમણે સલમાનના દુભાષિયાને કોઈ વાત કહી પરંતુ જ્યાં સુધી તે તેનો અનુવાદ કરીને સલમાનને કહે ત્યાં સુધીમાં જો ઈમરાન ખાન ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચોઃ SCO summit: જ્યારે આમને સામને થયા પીએમ મોદી અને ઇમરાન ખાન

એ સમયે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. પાકિસ્તાન અને સઊદી અરબના લોકો આ માટે ઈમરાન ખાનની આલોચના કરી હતી.

pakistan imran khan narendra modi