દરેક વેરિઅન્ટ સામે હવે અસરદાર યુનિવર્સલ વૅક્સિન આવી રહી છે

24 June, 2021 10:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ વૅક્સિન અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહી છે

ઇઝરાયલના તેલ અવિવ શહેરમાં તાજેતરમાં બાળકોને રસી આપવાની શરૂઆત કરાઈ હતી. ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના વધુને વધુ બાળકોને વૅક્સિન લેવાની અપીલ કરવામાં આવી રહી છે. (તસવીરઃ એ.એફ.પી.)

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ દુનિયાની મુશ્કેલી વધારી રહ્યા છે, ત્યારે વૈજ્ઞાનિકો એવી વૅક્સિન પર કામ કરી રહ્યા છે જે કોરોના વાઇરસના તમામ વેરિઅન્ટ વિરુદ્ધ સુરક્ષા આપે. આ વૅક્સિન અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક વખત આ વૅક્સિન તૈયાર થઈ જશે તો આ મહામારી વિરુદ્ધની લડાઈમાં એક શક્તિશાળી હથિયાર મળી જશે. આ નવી વૅક્સિન કોવિડ- 19 ઉપરાંત કોરોનાના તમામ વેરિઅન્ટ સામે લડવાની શક્તિ આપશે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાના તમામ સ્વરૂપોની સામે કારગત નીવડે તેવી વૅક્સિન બનાવી છે અને ઊંદરો પર પ્રયોગ શરૂ કર્યો છે.

જ્યારે ઊંદરો પર ટ્રાયલ કરવામાં આવી ત્યારે વૅક્સિને ઘણી એન્ટિબોડી વિકસિત કરી, જે ઘણા સ્પાઇફક પ્રોટિનનો સામનો કરી શકે છે. જો વૈજ્ઞાનિકો સફળ રહેશે તો માનવી માટે આ એક વરદાન સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર કોઈ જાણતું નથી કે કયો વાઇરસ આગામી મહામારીને પેદા કરશે, તેથી અત્યારથી તૈયારી કરવી પડશે. વૈજ્ઞાનિકોએ આ વૅક્સિનને સેકન્ડ જનરેશન વૅક્સિન ગણાવી છે.

coronavirus covid19 covid vaccine vaccination drive international news