સઊદી અરબમાં દર્દનાક અકસ્માત, 35 વિદેશી નાગરિકોના મોત

17 October, 2019 09:30 AM IST  |  રિયાદ

સઊદી અરબમાં દર્દનાક અકસ્માત, 35 વિદેશી નાગરિકોના મોત

પ્રતિકાત્મક તસવીર

મુસ્લિમોના પવિત્ર શહેર મદીનામાં એક ભયાવહ બસ અકસ્માત થયો છે જેમાં 35 લોકોના જીવ ચાલ્યા ગયા છે. મળતી માહિતી પ્રમાણે મરનારા લોકોમાં તમામ વિદેશી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે મદીના શહેરમાં થયેલા આ અકસ્માતમાં વિદેશી મુસાફરોથી ભરેલી બસ એક અન્ય મોટા વાહન સાથે ટકરાતા થયો. જેમાં ચાર લોકો ઘાયલ પણ થાય છે. હજી સુધી અકસ્માતના કારણની ખબર નથી મળી.

મદીનાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સઊદી અરબના આ પશ્ચિમી શહેરમાં બુધવારે આ અકસ્માત થયો. જેમાં ખાનગી બસ અને લોડર વચ્ચે ટક્કર થઈ. ઘાયલોને અલ હમના હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોમાં એશિયાઈ મૂળના લોકો પણ સામેલ છે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

જણાવી દઈએ કે રસ્તાના કિનારે ખોટી રીતે પાર્ક કરવામાં આવેલા વાહન રાતમાં દૂરથી નથી દેખાતા. જેના કારણે અનેક વાર તેજ ગતિથી આવી રહેલા બીજા વાહનની તેની સાથે ટક્કર થતા ગંભીર દુર્ઘટનાઓનો શિકાર થાય છે. ભારતે આવા અકસ્માતને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. જેના માટે સરકાર તમામ પગલા લઈ રહી છે.

world news saudi arabia