સ્પુતનિક V કોવિડ વેક્સિન બનાવનાર રશિયન વૈજ્ઞાનિકની હત્યા, અપાર્ટમેન્ટમાં મળી લાશ

04 March, 2023 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહેલી નજરમાં વૈજ્ઞાનિકની હત્યા ગળુ દાબીને હત્યા કરવાના પ્રમાણ મળ્યા છે. ત્યાર બાદ મૉસ્કો પોલીસે આખા કેસની તપાસ શરૂ કરી દીધી છે. 47 વર્ષીય એન્ડ્રી બૉટિકોવ રશિયનના શીર્ષ વાયરોલૉજિસ્ટમાંથી એક છે.

પ્રતીકાત્મક તસવીર

રશિયન કોવિડ વેક્સિન (Covid Vaccine) સ્પુતનિક વી બનાવનારા વૈજ્ઞાનિક એન્ડ્રી બોટિકોવનું ગળું દાબીને હત્યા કરી દીધી છે. રશિયન અધિકારીઓએ કહ્યું કે શુક્રવારે બોટિકોવની લાશ તેમના અપાર્ટમેન્ટમાંથી મેળવી છે. પહેલી નજરમાં વૈજ્ઞાનિકની હત્યા ગળુ દાબીને હત્યા કરવાના પ્રમાણ મળ્યા છે. ત્યાર બાદ મૉસ્કો પોલીસે આખા કેસની તપાસ શરૂ કરી દીધી છે. 47 વર્ષીય એન્ડ્રી બૉટિકોવ રશિયનના શીર્ષ વાયરોલૉજિસ્ટમાંથી એક છે. તે એ 18 વાયરોલૉજિસ્ટની ટીમમાં સામેલ હતા, જેમણે ગેમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટરમાં સ્પુતનિક વી વેક્સિન પર કામ કર્યું હતું. બોટિકોવનો ઑર્ડર ઑફ મેરિટ ફૉર ધ ફાદરલેન્ડ સન્માન પણ મળી ચૂક્યો છે.

વિશ્વની પહેલી કોવિડ વેક્સિન હતી સ્પુતનિક વી
સ્પુતનિક વી વેક્સિનને વિશ્વની પહેલા કોવિડની વેક્સિન માનવામાં આવે છે. આથી 2020માં પોતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવા એક ભવ્ય સમારોહમાં લૉન્ચ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમની નાની દીકરીએ પહેલાથી જ આ વેક્સિનના ડૉઝ લીધો છે. જો કે, ત્યારે અમેરિકા સહિત અનેક દેશોએ રશિયાના આ દાવા પર શંકા વ્યક્ત કરવામાં આવતા હતા. સૌથી પહેલા લૉન્ચ થવા છતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લાંબા સમય સુધી આ વેક્સિનને પોતાની મંજૂરી આપી નહોતી. ભારતે રશિયાથી સ્પુતનિક વી વેક્સિન ખરીદવા માટે કરાર પણ કર્યા હતા.

પોલીસે 29 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી
દાવો કરવામાં આવે છે કે તેમના ઘરમાં ઘુસેલા એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો. હવે રશિયાની ટૉપ એજન્સી (ઈન્વેસ્ટિગેશન કમિટી ઑફ રશિયા) આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ હુમલાખોરે અસહેમતિને કારણે વૈજ્ઞાનિકને બેલ્ટથી પીટ્યો હતો. આઈસીઆરના મૉસ્કો ડિવીઝને જાહેર કરેલા એક નિવેદનમાં સૂચિત કર્યું છે કે અપરાધિક તપાસ ચાલતી હતી અને હુમલાખોરને ઓછામાં ઓછા સમયમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચો : કોવિડ જેવા લક્ષણ, દેશમાં ફ્લૂના કેસ થકી ભયનો માહોલ, કેન્દ્રએ જાહેર કરી એડવાઈઝરી

આરોપી સેક્સ સર્વિસને કારણે જઈ આવ્યો છે જેલમાં
પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. રશિયન મીડિયા પ્રમાણે, શંકાસ્પદનું નામ અલેક્સી જેડ છે અને તે પહેલા સેક્સ સેવાઓ પ્રદાન કરવા માટે 10 વર્ષ જેમાં વીતાવી ચૂક્યો છે. બોટિકોવ દેશમાં એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા અને તેમને વેક્સિન પર તેમના કામ માટે ઑર્ડર ઑફ મેરિટ ફૉર ધ ફાદરલેન્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પુતનિક વી વેક્સિન પર પોતાના કામ પહેલા, બોટિકોવએ રશિયન સ્ટેટ કલેક્શન ઑફ વૉયરસેસ ડીઆઈ ઈવાનોવ્સ્કી ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું છે.

international news russia covid vaccine covid19 coronavirus murder case