યુક્રેનના ચાર પ્રદેશને રશિયામાં સામેલ કરાશે

30 September, 2022 09:06 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે જનમત સંગ્રહ બાદ આજે રશિયા દ્વારા નિયં​ત્રિત પ્રદેશોને રશિયામાં સામેલ કરી લેવામાં આવશે

ફાઇલ તસવીર

યુક્રેનના રશિયા હસ્તકના ચાર પ્રદેશોને રશિયામાં સામેલ કરવાની તૈયારી કરવામાં આવી છે. રશિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે જનમત સંગ્રહ બાદ આજે રશિયા દ્વારા નિયં​ત્રિત પ્રદેશોને રશિયામાં સામેલ કરી લેવામાં આવશે. દરમ્યાન ફિનલૅન્ડે જણાવ્યું હતું કે એ પોતાને ત્યાં રશિયન ટૂરિસ્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે. રશિયન ઍડ્‍મિનિસ્ટ્રેશનનાં પ્રવક્તાં દિમિત્રી પેકોવે કહ્યું હતું કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પણ એક કાર્યક્રમમાં સામેલ થશે, જેમાં આ પ્રદેશોને સત્તાવાર રીતે રશિયામાં સામેલ કરી લેવામાં આવશે. આ ચાર પ્રદેશોના અધ્યક્ષ મૉસ્કોમાં સૅન્ટ જ્યૉર્જ હૉલમાં આજે રશિયામાં સામેલ થવા માટેના કરાર પર હસ્તાક્ષર કરશે. યુક્રેન અને પશ્ચિમના દેશોએ જનમત સંગ્રહનો વિરોધ કર્યો છે.

international news russia ukraine