રશિયામાં ટેરરિસ્ટ અટૅક ૧૧૫ લોકોનાં મોત

24 March, 2024 11:10 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

એક કૉન્સર્ટ હૉલમાં એકઠા થયેલા લોકો પર આર્મીના યુનિફૉર્મમાં આવેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

ઘટનાસ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે દેશના નાગરિકોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં સત્તાવાળાઓએ ૧૧ જણને તાબામાં લીધા છે.  
એક કૉન્સર્ટ હૉલમાં એકઠા થયેલા લોકો પર આર્મીના યુનિફૉર્મમાં આવેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૧૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

પુતિને આ હુમલાને લોહિયાળ અને અમાનવીય આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ઘટનાસ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો એ ૪ જણને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પુતિને એવું કહ્યું કે હુમલાખોરો રશિયાથી નાસીને યુક્રેન જવા માગતા હતા અને આ બૉર્ડર ક્રૉસ કરવા માટે યુક્રેન પણ તેમને મદદ કરતું હતું. દેશમાં સલામતી માટે વધારાનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આજે રશિયામાં રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.

જોકે યુક્રેને આ હુમલામાં પોતાની કોઈ પણ રીતની સંડોવણીનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ ઇસ્લામિક સ્ટેટ ગ્રુપની અફઘાનિસ્તાન બ્રાન્ચે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

russia terror attack international news