રશિયાએ પરમાણુ ફર્જાથી સંચાલિત બનાવ્યો મહાવિનાશક ટોર્પિડો

15 November, 2020 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રશિયાએ પરમાણુ ફર્જાથી સંચાલિત બનાવ્યો મહાવિનાશક ટોર્પિડો

ફાઈલ ફોટો

રશિયાએ પરમાણુ ફર્જાથી સંચાલિત એક મહાવિનાશક ઓટોનોમસ ડ્રોન ટોર્પિડો બનાવ્યો છે. આ ટોર્પિડો અમેરિકાના શહેરોમાં સુનામી લાવવા માટે સક્ષમ છે.

આ ઘાતક ટોર્પિડોનું નામ 'પોઝાઇડન' છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને આ ડ્રોન ટોર્પિડોને સેનામાં સામેલ કર્યો છે. રશિયન મીડિયા પ્રમાણે પુતિને આ ઘાતક ડ્રોન ટોર્પિડોનું નિર્માણ એટલા માટે કર્યુ છે કે દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય.

જો કે રશિયાએ એવું વચન પણ આપ્યું છે કે તે પહેલા આ મહાવિનાશક હથિયારનો પ્રયોગ કરશે નહીં. રશિયાના પોઝાઇડન નામના આ મહાવિનાશક હથિયારને કારણે ચિંતામાં મુકાયેલા અમેરિકાના સહાયક વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર ફોર્ડે આરોપ લગાવ્યો છે કે આ હથિયાર અમેરિકાના શહેરોનો વિનાશ કરી શકે છે.

ઉપરાંત અમેરિકાએ રશિયાની આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. રશિયા અને અમેરિકા બંને એકબીજાને દોષ આપે છે અને દેખાદેખીમાં આવા હથિયારોનું નિર્માણ કરી રહ્યા છે.

russia international news