અલવિદા, ક્વીન એલિઝાબેથ

20 September, 2022 08:30 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અંતિમયાત્રામાં ૨૦૦૦ કરતાં વધુ દેશ-વિદેશના મહાનુભાવો ઉપરાંત સામાન્ય લોકો હાજર રહ્યા હતા

રાણી એલિઝાબેથ સેકન્ડના પાર્થિવ શરીરને વેસ્ટમિન્સ્ટર એબેમાં લાવવામાં આવ્યું ત્યારે હાજર રહેલો વિશાળ જનસમૂહ.

બ્રિટને ગઈ કાલે ભગ્નહૃદયે પોતાનાં રાણી એલિઝાબેથ ટૂને અંતિમ વિદાય આપી હતી. અંતિમયાત્રામાં ૨૦૦૦ કરતાં વધુ દેશ-વિદેશના મહાનુભાવો ઉપરાંત સામાન્ય લોકો હાજર રહ્યા હતા. ૭૦ કરતાં વધુ વર્ષ રાજ કરનાર રાણીનાં અંતિમ દર્શન માટે લોકો મોડી રાતથી તેમની અંતિમયાત્રા જ્યાંથી પસાર થવાની હતી ત્યાં ગોઠવાઈ ગયા હતા. બ્રિટનમાં ગઈ કાલે જાહેર રજા હતી. વળી દેશભરમાંથી લંડન આવવા માટે ૨૫૦થી વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 

શોકમગ્ન કિંગ ચાર્લ્સ ટૂ, પત્ની કૅમિલા, પ્રિન્સ હૅરી તથા મેઘન

રાજા ચાર્લ્સ સાથે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

international news england queen elizabeth ii