પુલવામા હુમલોઃ US ભારતની સાથે, કહ્યું આત્મરક્ષાનો સૌને અધિકાર

16 February, 2019 01:11 PM IST  |  વૉશિંગ્ટન

પુલવામા હુમલોઃ US ભારતની સાથે, કહ્યું આત્મરક્ષાનો સૌને અધિકાર

અમેરિકાએ આપ્યો ભારતનો સાથ

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને શુક્રવારે પોતાના સમકક્ષ અજીત ડોભાલને ફોન કરીને કશ્મીરમાં થયેલા આતંકી હુમલા પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સુરક્ષિત ઠેકાણાઓ પર અમેરિકાએ બહુ સ્પષ્ટ ચેતવણી આપી છે. આ પહેલા કશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદે કરેલા આત્મઘાતી હુમલા બાદ વ્હાઈટ હાઉસે ઈસ્લામાબાદને ચેતવણી આપી છે.

બોલ્ટને જમ્મૂ અને કશ્મીરમાં થયેલા આતંકી હુમલા માટે સંવેદના વ્યક્ત કરવા માટે શુક્રવારે ડોભાલને ફોન પર કહ્યું કે આતંકવાદનો સામનો કરવામાં ભારતને અમેરિકાનું પૂર્ણ સમર્થન છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. એ પહેલા વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈંડર્સે કહ્યું કે પાકિસ્તાન પોતાની ધરતી પર સક્રિય તમામ આતંકવાદી સમૂહો માટે સુરક્ષિત આશરો આપનાર ન બને. શુક્રવારે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે આતંકવાદનો મુકાબલો કરવા માટે તેઓ પૂરી રીતે ભારત સાથે ઉભું છે.

અમેરિકાના વિદેશ વિભાગે કરી નિંદા
આ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા રૉબર્ટ પાલડિનોએ કહ્યું કે શહીદ થયેલા અર્ધસૈનિક બળના જવાનો અને તેમને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે. પાલડિનોએ કહ્યું કે આતંકવાદીઓના મામલામાં અમે તમામ દેશોથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું પાલન કરવાની અને પોતાની જવાબદારીઓ બનાવી રાખવાનું આહ્વાન કરીએ છે.

આ પણ વાંચોઃ શહીદોના પરિવારને Bharat Ke Veer એપથી કરો મદદ

સેનેટરોએ સોશિયલ મીડિયા પર ખોલ્યો મોરચો
અમેરિકામાં 50થી વધુ કોંગ્રેસીઓ અને સેનેટરોની સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતના લોકો સાથએ પોતાની એકજૂટતા વ્યક્ત કરી, આ રાજનૈતિકોનું કહેવું છે કે ભારતના આતંકી સંગઠન જૈશ અને તેમને સંરક્ષણ દેનારા દેશ સામે સખ્ત કાર્રવાઈ કરવી જોઈએ. અમે ભારતની સાથે ઉભા છીએ.

jammu and kashmir terror attack united states of america donald trump