PUBG : પોપ્યુલર બેટલ રોયલ ગેમ હવે આ દેશમાં પણ થઇ બેન

15 April, 2019 05:24 PM IST  | 

PUBG : પોપ્યુલર બેટલ રોયલ ગેમ હવે આ દેશમાં પણ થઇ બેન

ફાઈલ ફોટો

બેટલ ગેમ PUB G થોડા જ સમયમાં દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલી ગેમ છે. લોકો દ્વારા તેને ઘણી પસંદ કરવામાં આવી છે અને આ ગેમ માટે લોકોનો ક્રેઝ પણ જોરદાર જોવા મળી રહ્યો છે. આ ગેમ સ્માર્ટ ફોન્સમાં અવેલેબલ છે જેના કારણે તમે ગમે ત્યારે ગમે ત્યા રમી શકો છો. આ ફોનની પહોચ વધારવા માટે ગેમ ડેવલપર્સે લાઈટ વર્ઝન જાહેર કર્યું છે જો કે આ ગેમ પર હવે મુસીબતના વાદળો છવાઈ રહ્યા છે અને ભારતના કેટલાક શહેરોમાં જ નહી વિદેશમાં પણ ઘણી જગ્યાએ બૅન કરવામાં આવી રહી છે.

PUB Gના કારણે વધતી જતી પરેશાનીઓને કારણે તેને ઘણી જગ્યાએ બૅન કરવામાં આવી છે. pub gને કારણે આવતી ફરીયાદોને કારણે તેની સામે એક્શન લેવામાં આવી રહી છે અને બૅન કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટનો પણ સમાવેશ થાય છે જુઓ કઈ જગ્યાએ બૅન કરવામાં આવી છે PUB G

ગુજરાત: PUB Gને ગુજરાતના રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિતના અનેક શહેરોમાં જાહેરમાં રમવા પર બૅન મુકવામાં આવ્યું છે. આ સિવાય સરકાર દ્વારા શાળાઓમાં પણ સરક્યુલર બહાર પાડીને બંધ કરવા આદેશ અપાયો છે. હમણા જ જાહેરમાં PUB G રમી રહેલા લોકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરના પગલા લેવામાં આવ્યા હતાં.

તમિલનાડૂ: તમિલનાડૂની વેલ્લોર ઈંસ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી અને યુનિવર્સિટીમાં ગેમને બૅન કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા કેમ્પસ સાથે સાથે હોસ્ટેલમાં પણ આ ગેમ રમવા પર બૅન મુક્યો છે.

 

આ પણ વાંચો: PUB G બાદ હવે Tik Tok પર બેન મુકવા આદેશ

 

નેપાળ: ભારતની સાથે સાથે નેપાળમાં પણ આ ગેમને બૅન કરવામાં આવી હતી. નેપાળમાં આ ગેમ રમનાર લોકોની ધરપકડ કરીને તેમની સામે એક્શન લેવામાં આવી રહી છે.

ચીન: ચીનમાં 13 વર્ષથી ઓછી ઉમરના બાળકોને ગેમ રમવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સિવાય પણ અન્ય દેશોમાં લોકો દ્વારા ગેમ પર બૅન મુકવા જોર કરાયુ છે.