માલદીવ પહોંચતા જ PM મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા

08 June, 2019 06:40 PM IST  |  માલદીવ

માલદીવ પહોંચતા જ PM મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચ્યા

ભારતના બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. શનિવારે મોદીએ કેરળમાં ગુરૂવાયુર મંદિરમાં વિશેષ પુજા કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી માલદીવ (Maldives) પહોંચ્યા હતા. માલદીવ રિપબ્લિક સ્ક્વોયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ આ અવસરે ખાસ હાજર રહ્યા હતા. મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરશે. આ સાથે જ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન ઈજ્જુદ્દીન આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે આ વિદેશી પ્રતિનિધિઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે.



વડાપ્રધાન મોદી બીજીવાર માલદીવનો પ્રવાસ કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજીવાર માલદીવ જઈ રહ્યા છે. આ પહેલા મોદી ગત વર્ષે પણ રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં માલદીવ ગયા હતા. મોદી સરકારની નેબર ફર્સ્ટ(પાડોશી પહેલા)ની પોલીસી છે. 2014માં પહેલી વખત વડાપ્રધાન બન્યા બાદ પણ મોદી તેમની પહેલી વિદેશ યાત્રા પર ભૂટાન ગયા હતા.



રવિવારે PM મોદી શ્રીલંકાના પ્રવાસે જશે
વડાપ્રધાન મોદી માલદીવથી 9 જૂને શ્રીલંકાના પ્રવાસે જશે. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ મોદી ત્યાં જનારા પહેલા વિદેશી નેતા હશે. મોદી અહીં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે મુલાકાત કરશે. શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 258 લોકોના મોત થયા હતા.

narendra modi maldives