ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું, જંગ માટે તૈયાર રહે સેના

15 October, 2020 11:44 AM IST  |  China | Agency

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું, જંગ માટે તૈયાર રહે સેના

શી જિનપિંગ

અમેરિકા અને ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુઆંગડોંગ વિસ્તારનો પ્રવાસ કરી સેનાના એક અડ્ડા પર પહોંચ્યા હતા. સૈન્ય અડ્ડા પર શી જિનપિંગે મરીન સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશાં સતર્ક રહેવા માટે કહ્યું છે. જિનપિંગે શાંતોઉ વિસ્તારનો પણ પ્રવાસ કર્યો હતો, જે વિદેશોમાં રહેતા ચીની લોકોનું હોમટાઉન છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે શી જિનપિંગે મરીન સૈનિકોને કહ્યું કે તેઓને એકસાથે અનેક મોર્ચા પર તૈયાર રહેવું, ત્વરિત પ્રતિક્રિયા આપવી, તમામ મોસમ અને વિસ્તારમાં જંગ લડવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. ચીનની સરકારી ટીવી ચૅનલ સીસીટીવી પર પ્રકાશિત શીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમને તમારું દિમાગ અને તમામ ઊર્જા યુદ્ધની તૈયારી માટે લગાવી દેવી જોઈએ અને હંમેશાં સતર્ક રહેવું જોઈએ. 

xi jinping china india international news