74 વર્ષ પહેલા એક બોમ્બ બ્લાસ્ટના કારણે ઈતિહાસ બની ગયું હતું આ શહેર

06 August, 2019 03:39 PM IST  | 

74 વર્ષ પહેલા એક બોમ્બ બ્લાસ્ટના કારણે ઈતિહાસ બની ગયું હતું આ શહેર

આજથી 74 વર્ષ પહેલા એટલે કે 6 ઓગસ્ટ 1945ના દિવસે જાપાનના હિરોશિમા શહેર પર અમેરિકી વાયુ સેનાએ પરમાણુ બોમ્બ ઝીંક્યા હતા, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો. અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડેલાનોની યાદમાં રાખવામાં આવેલ લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો. 6 ઓગસ્ટ 1945ની સવારે થયેલા પરમાણું હુમલામાં જાપાનનાં 20,000 સૈનિક મોતને ભેટ્યા અને આશરે 1,50,000 લાખ સામાન્ય નાગરિકોના મોત થયા હતાં.અમેરિકી વાયુ સેનાએ સૌથી પહેલા જાપાનના હિરોશીમા અને પછી નાગાસાકી એમ બન્ને શહેરો પર પરમાણું વિષ્ફોટથી વિનાશ વેર્યો. લિટલ બોય પરમાણું બોમ્બનું વજન 20 હજાર ટન હતું અને આ બોમ્બને અત્યાર સુધી ઉપયોગ કરાયેલા બોમ્બમાં સૌથી શક્તિશાળી બોમ્બ માનવામાં આવે છે.

6 ઓગસ્ટ 1945માં હિરોશીમા પર પહેલો બોમ્બ છોડતા જ અમેરિકાએ દર્શાવ્યું હતું કે, તે જાપાનમાં કેવો વિનાશ ઈચ્છી રહ્યાં છે. સવારે 8 મિનિટ અને 16 સેકન્ડ પર જમીનથી 600 મીટરની ઉંચાઈએ બોમ્બ બ્લાસ્ટ થયો અને માત્ર 43 સેક્ન્ડમાં શહેરના કેન્દ્રનો 80 ટકા ભાગનું નામો-નિશાન જતું રહ્યું. 10 લાખ સેલ્યિયસ તાપમાન વાળો આગનો ગોળો હિરોશીમા પર છવાઈ ગયો અને 10 કિલોમીટરના વિસ્તારમાં રહેલી દરેક વસ્તુ કે વ્યક્તિને નષ્ટ કરી નાખી. બોમ્બના કારણે હિરોશીમાનાં 70,000 ઘરો તરત જ બળીને રાખ બની ગયા અને 70,000 થી 80,000 લોકોના તાત્કાલિક મોત થયા હતા.

અમેરિકાએ માત્ર કેટલીક સેકન્ડમાં જ હિરોશીમાનો ઈતિહાસ બદલી નાખ્યો હતો અને આખું શહેર જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયું. પરમાણું હુમલાની અસર આજે પણ જાપાનના લોકોમાં જોવા મળે છે. પરમાણું હુમલાના રેડિએશનની અસર ત્યાના 2 લાખ જેટલા લોકોમાં જોવા મળી રહી છે અને આજ કારણ છે આજે પણ જાપાનમાં જન્મતા બાળકોને શારીરીક કે માનસિક સમસ્યાઓનો શિકાર બનવું પડે છે.

આ પણ વાંચો: પ્રેમ આંધળો હોય છે એ આનું નામ, 22વર્ષની કન્યા ૩૩ વર્ષ મોટા પુરુષને પરણી

અમેરિકાના પરમાણું હુમલા પછી જાણે હિરોશીમાનો નવો જન્મ થયો છે. માત્ર 74 વર્ષની અંદર જાપાન અને હિરોશીમાની પ્રગતિએ અમેરિકાને ઘણું પાછળ મૂકી દીધુ છે. જાપાન આજે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે અડીખમ ઉભું છે જેની ટેક્નોલોજીએ સામે દુનિયાએ સલામ કરી છે.

gujarati mid-day