નરેન્દ્ર મોદી દુનિયામાં હજીય સૌથી વધુ પૉપ્યુલર લીડર છે

19 June, 2021 09:26 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મે કરાવ્યો છે સર્વે

ફાઈલ તસવીર

કોરોના વાઇરસ સંકટકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત સારી થઈ છે, એટલું જ નહીં, મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મૉર્નિંગ કન્સલ્ટે એક સર્વે કર્યો જેમાં જાણવા મળ્યું કે લોકપ્રિયતાના મામલે નરેન્દ્ર મોદી હજી પણ દુનિયાભરમાં અન્ય નેતાઓ કરતાં ઘણા આગળ છે. મૉર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ નરેન્દ્ર મોદીનું ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ ૬૬ ટકા છે. નરેન્દ્ર મોદી અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મની સહિત ૧૩ દેશોના નેતાઓથી સારા છે. ગ્લોબલ અપ્રૂવલ રેટિંગના લિસ્ટમાં બીજા નંબરે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી છે, તેમનું અપ્રૂવલ રેટિંગ ૬૫ ટકા છે. જ્યારે ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રોડોર છે. તેમનું રેટિંગ ૬૩ ટકા છે. જ્યારે છઠ્ઠા નંબરે ૫૩ ટકા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન છે.

international news united states of america narendra modi