India China Tension: ચીન સાથે તણાવ દરમિયાન લેહ પહોંચ્યા PM મોદી

03 July, 2020 11:30 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

India China Tension: ચીન સાથે તણાવ દરમિયાન લેહ પહોંચ્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખના પ્રવાસે

વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે સીમા વિવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકાએક લેહના પ્રવાસે પહોંચ્યા છે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ પીએમ મોદી સાથે હાજર છે. પીએમ મોદી આ દરમિયાન સૈનિકો સાથે મુલાકાત કરશે અને સેનાની તૈયારીઓ પણ જોશે.

જણાવીએ કે આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આજે લદ્દાખના પ્રવાસે જવાના હતા, પણ ત્યાર પછી તેમનો પ્રવાસ ટાળી દેવામાં આવ્યું. જો કે, પ્રવાસ સ્થગિત થવાના કારણો જણાવવામાં આવ્યા નથી. આ ક્ષેત્રમાં વાસ્તવિક સીમા રેખા પર ભારત તેમજ ચીન વચ્ચે લગભગ સાત અઠવાડિયાછી તણાવ ચાલું છે. સેના પ્રમુખ નરવાને આ પહેલા 23 તેમજ 24 જૂનના લદ્દાખનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તેમણે સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી અને પૂર્વ લદ્દાખના અગ્રિમ ક્ષેત્રોનો પ્રવાસ પણ કર્યો હતો.

national news narendra modi ladakh india china