કોલંબોમાં PM મોદીએ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં માર્યા ગયેલા લોકોને આપી અંજલિ

09 June, 2019 01:03 PM IST  |  કોલંબો

કોલંબોમાં PM મોદીએ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં માર્યા ગયેલા લોકોને આપી અંજલિ

તસવીર સૌજન્યઃ ANI

પોતાના વિદેશ પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી આજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચ્યા છે. પોતાની શ્રીલંકા યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે વાતચીત કરશે. જે બાદ વડાપ્રધાન મોદી શ્રીલંકાના વિપક્ષના નેતા મહિંદ્રા રાજપક્ષે અને તમિલ નેશનલ અલાયંસ સાથે પણ મુલાકાત કરશે.

લાઈવ અપડેટ્સઃ
- વડાપ્રધાન મોદીએ કોલંબોના સેંટ એંટની ચર્ચમાં થયેલા શ્રેણીબદ્ધ ધડાકાઓમાં માર્યા ગયેલા લોકોને અંજલિ આપી. કોલંબોમાં આ એપ્રિલના આતંકવાદી હુમલો થયો હતો.


-વડાપ્રધાન મોદી જ્યારે શ્રીલંકા પહોંચ્યા ત્યારે ત્યાંના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંહે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. હાલમાં જ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ બાદ કોઈ વિદેશના રાષ્ટ્રાધ્યક્ષનો આ પહેલો શ્રીલંકા પ્રવાસ છે.


આ દરમિયાન બંને દેશો વચ્ચે આતંકવાદ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીનો આ ત્રીજો શ્રીલંકાનો પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015 અને 2017માં શ્રીલંકાના પ્રવાસે ગયા હતા.

શ્રીલંકામાં થયા હતા શ્રેણીબદ્ધ ધડાકા
મહત્વનું છે કે શ્રીલંકામાં 21 એપ્રિલે ઈસ્ટરના મોકા પર આતંકી હુમલામાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 11 ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ્સએ લીધી હતી. પરંતુ શ્રીલંકાની સરકારે તેમાં સ્થાનિક સંગઠનોનો હાથ ગણાવ્યો હતો.

શનિવારે પોતાના વિદેશ પ્રવાસના પહેલા દિવસે વડપ્રધાન મોદી માલદીવ પહોંચ્યા. આ દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે 6 કરાર કરવામાં આવ્યા. માલદીવે વડાપ્રધાન મોદીને તેમનું વિદેશનીઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન રૂલ ઑફ નિશાન ઈઝ્ઝુદ્દીન આપ્યું. વડાપ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે સરકારના સમર્થનથી ચાલતો આતંકવાદ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે. આ ખતરો એક વિસ્તાર કે દેશ માટે નહીં, સમગ્ર માનવજાત માટે છે.

narendra modi sri lanka