ઓમાનના સુલતાન કાબુસ બિન સઈદનો ઇંતેકાલ પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

12 January, 2020 03:04 PM IST  |  Mumbai Desk

ઓમાનના સુલતાન કાબુસ બિન સઈદનો ઇંતેકાલ પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઓમાનના સુલતાન કાબુસ બિન સઇદનો શનિવારે સવારે લાંબા સમયની માંદગી બાદ ઇંતેકાલ થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કરેલા વસિયતનામાના બંધ કવરને ખોલ્યા બાદ જાણ થશે કે તેમના ઉત્તરાધિકારી કોણ બનશે.
મિડલ ઈસ્ટ અને આરબ દેશોમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સુલતાન તરીકે કાબુસ બિન સઇદનું નામ લઈ શકાય. તેમણે પોતાના વાલિદ (પિતા)ને પદભ્રષ્ટ કરીને ૧૯૭૦માં સત્તાની ધુરા હસ્તગત કરી હતી.
ઓમાનની કાયાપલટ કરીને એને આધુનિક બનાવવાનો યશ સુલતાન બિન સઇદને ફાળે જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ભારતના અચ્છા દોસ્ત ગણાવ્યા હતા અને એમની વિદાયથી ભારતને અત્યંત દુ:ખ થયું હોવાનું જણાવ્યું હતું.

narendra modi oman