હવે બાળકોને પણ કોવિડ વૅક્સિન: અમેરિકામાં ફાઇઝરને મળી મંજૂરી

12 May, 2021 01:11 PM IST  |  New York | Agency

અમેરિકામાં હવે કોરોના વૅક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વૅક્સિન ૧૨ વર્ષ સુધીનાં બાળકોને પણ લગાવવામાં આવશે

ફાઈલ તસવીર

અમેરિકામાં હવે કોરોના વૅક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વૅક્સિન ૧૨ વર્ષ સુધીનાં બાળકોને પણ લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું વૅક્સિનેશન શરૂ થયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે ફરીથી સ્કૂલ જઈ શકશે. સામાન્ય સ્થિતિમાં આવવા માટે તમામ ઉંમરના લોકોનું વૅક્સિનેશન જરૂરી છે. દુનિયાભરમાં લગાવવામાં આવી રહેલી મોટા ભાગની કોવિડ-19 રસી પુખ્ત લોકો માટે જ માન્ય છે.

ફાઇઝરની વૅક્સિનનો ઉપયોગ અનેક દેશોમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે કરવામાં આવી રહ્યો છે અને કૅનડા હાલમાં જ ૧૨ અને તેનાથી વધારેની ઉંમરનાં બાળકોને વૅક્સિનેટ કરનારો પહેલો દેશ બની ગયો છે. ૨૦૦૦થી વધારે અમેરિકન વૉલન્ટિયર્સ પર કરવામાં આવેલા ટ્રાયલના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશને કહ્યું કે ફાઇઝર વૅક્સિન સુરક્ષિત છે અને ૧૨થી ૧૫ વર્ષના કિશોરોને મજબૂત સુરક્ષા આપે છે.

international news new york coronavirus covid19 covid vaccine united states of america