ફક્ત દોઢ રૂપિયામાં મળે છે,1 લીટર પેટ્રોલ જાણો વિશ્વમાં પેટ્રોલની કિંમત

16 June, 2020 07:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ફક્ત દોઢ રૂપિયામાં મળે છે,1 લીટર પેટ્રોલ જાણો વિશ્વમાં પેટ્રોલની કિંમત

પ્રતીકાત્મક તસવીર

અન્ય મહત્વપૂર્ણ જરૂરી ઉત્પાદનોની જેમ પેટ્રોલ પણ મનુષ્ય માટે એક જરૂરી ઉત્પાદન છે. આ ફક્ત પરિવહન માટે જ કામ નથી આવતું, પણ ઉદ્યોગોમાં પણ ઉપયોગી હોય છે. એક જરૂરી ઉત્પાદન હોવાને કારણે પેટ્રોલની કિંમતમાં વધારો સામાન્ય મનુષ્યના ખિસ્સાને ભારે પડી જાય છે. દેશમાં છેલ્લા 10 દિવસોથી સતત પેટ્રોલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. કિંમતોમાં સતત વધારાને કારણે 16 જૂન, મંગળવારે મુંબઇમાં એક લીટર પેટ્રોલ 83.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તો, વિશ્વમાં એક એવો પણ દેશ છે જ્યાં દોઢ રૂપિયામાં એક લીટર પેટ્રોલ મળી રહ્યું છે. તો જાણો વિશ્વના કયા દેશમાં મળે છે ખૂબ જ સસ્તું પેટ્રોલ.

એક લીટર પેટ્રોલ દોઢ રૂપિયામાં
આજના સમયમાં દોઢ રૂપિયામાં કદાચ ટૉફી પણ નથી મળતી. ત્યારે, વિશ્વમાં એક દેશ એવો પણ છે, જ્યાં તમે આ કિંમતમાં એક લીટર પેટ્રોલ ખરીદી શકો છો. એવો દેશ છે વેનેઝ્યુએલા. વેનેઝ્યુએલામાં વિશ્વનું સૌથી મોટું તેલનું ભંડાર છે. આ દેશ વિશ્વભરના દેશોને તેલ નિર્યાત કરે છે. વેનેજ્યુએલા વિશ્વનો એવો દેશ છે, જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું વેચાય છે. આઠ જૂન 2020ના આંકડાના અનુસાર, વેનેઝ્યુએલામાં પેટ્રોલની કિંમત 1.51 રૂપિયા પ્રિત લીટર હતી.

આ દેશોમાં 20 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે એક લીટર પેટ્રોલ
વેનેઝ્યુએલા પછી સૌથી સસ્તું પેટ્રોલ ઇરાનમાં મળે છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત ફક્ત 6.40 રૂપિયા છે. ત્યાર બાદ આવે છે સુડાન. અહીં 10.51 રૂપિયામાં એક લીટર પેટ્રોલ મળી રહે છે. સઉદી અરબમાં પણ પેટ્રોલની કિંમત ઘણી ઓછી છે. અહીં ફક્ત 16.49 રૂપિયામાં એક લીટર પેટ્રોલ મળે છે.

આ દેશોમાં પણ ભારતથી ઘણું સસ્તું મળે છે પેટ્રોલ મળી રહે છે. અંગોલામાં પેટ્રોલ 20.45 રૂપિયા પ્રતિ લીટર, કતરમાં 21.76 રૂપિયા પ્રતિ લીટર તો નાઇઝીરિયામાં 23.70 રૂપિયા પ્રતિ લીટર, કુવૈતમાં 25.75 રૂપિયા પ્રતિ લીટર, મલેશિયામાં 26.21 રૂપિયે પ્રતિ લીટર, અલ્જીરિયામાં 27.01 રૂપિયા પ્રતિ લીટર તો ઝિમ્બાબ્વેમાં 28.41 રૂપિયે પ્રતિ લીટર તુર્કમેનિસ્તાનમાં 32.27 રૂપિયે લીટર, કજાકિસ્તાનમાં 33.02 રૂપિયા પ્રતિ લીટર, અફઘાનિસ્તાનમાં 34.28 રૂપિયા પ્રતિ લીટર અને પાકિસ્તાનમાં 34.53 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળે છે.

આ દેશોમાં સૌથી મોંઘુ મળે છે પેટ્રોલ
વિશ્વના કેટલાય દેશ એવા પણ છે જ્યાં પેટ્રોલની કિંમત ભારતની તુલનામાં ખૂબ જ વધારે છે. સૌથી વધારે મોંઘુ પેટ્રોલ હૉંગકૉંગમાં મળે છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 164.93 રૂપિયા છે. આ સિવાય મધ્ય આફ્રિકન ગણરાજ્યોમાં એક લીટર પેટ્રોલ 143.04 રૂપિયામાં, નીદરલેન્ડમાં 128.75 રૂપિયમાં નોર્વેમાં 127.86 રૂપિયામાં, આઇલેન્ડમાં 120.14 રૂપિયામાં, માલ્ટામાં 120.07 રૂપિયામાં ડેનમાર્કમાં 119.54 રૂપિયામાં મળી રહ્યું છે.

international news venezuela india business news