પેરિસ : બેકરીમાં ભીષણ બ્લાસ્ટ

12 January, 2019 05:43 PM IST  | 

પેરિસ : બેકરીમાં ભીષણ બ્લાસ્ટ

બેકરીમાં ભીષણ બ્લાસ્ટ

સેન્ટ્રલ પેરિસમાં આવેલી એક બેકરીમાં ખૂબ મોટો બ્લાસ્ટ થયો છે. ધમાકો એટલો મોાટો હતો કે તેમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત ગયા છે, આ ઈજાગ્રસ્તમાં 5 જેટલા હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જો કે હાલ આ બ્લાસ્ટમાં કોઈના સમાચાર મળ્યા નથી તેની પોલીસ પ્રશાસને પુષ્ટી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગેસ લીક થવાને કારણે બ્લાસ્ટ થવાનો અનુમાન છે, જો કે હજી પણ અધિકારિક રીતે ચોક્કસાઈ થવી બાકી છે. બ્લાસ્ટ પછી બિલ્ડિંગમાં આગ લાગી હતી. હાલ સ્થાનીય પ્રશાસન આગ પર કાબૂ મેળવી હતી..

આ પણ વાંચો : લૅન્ડલાઇનના હૅન્ડસેટમાંથી નીકળ્યા ડઝનબંધ વાંદા

કહેવાઈ રહ્યું છે કે આ બ્લાસ્ટ તે વખતે થયો જ્યારે શહેરમાં 'યેલો વેસ્ટ' પ્રોટેસ્ટ કરાઈ રહી હતી. યેલો વેસ્ટ પ્રદર્શન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોની આર્થિક નીતિ વિરુદ્ધ થઈ રહી હતી. ઈંધણ અને ગેસના ભાવમાં વધારાને કારણે દેશની જનતા ઘણી નારાજ છે અને આ જ કારણોસર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વિરોધ કરનારા લોકોને આ બ્લાસ્ટની અસર થઈ નથી.

paris