Article 370 હટાવવા પર મલાલાનું નિવેદન, પાકિસ્તાનનો બતાવ્યો અરીસો

09 August, 2019 05:42 PM IST  |  મુંબઈ ડેસ્ક

Article 370 હટાવવા પર મલાલાનું નિવેદન, પાકિસ્તાનનો બતાવ્યો અરીસો

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા

જમ્મુ-કાશ્મીર સાથે કલમ 370 સમાપ્ત કરવા પર, પાકિસ્તાન ઘણું નારાજ છે. જેને પગલે નારાજ અને ડઘાઇ ગયેલ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પહોચ્યું હતું. તો બીજી તરફ પાકિસ્તાનની જ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફજઈએ ભારત સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. મલાલાએ ટ્વીટ કરીને કહ્યું, "દરેકને સુખ અને શાંતિથી જીવન જીવવાનો અધિકાર છે." ભારતના આ નિર્ણયનું સમર્થન કરનારામાં મલાલા એકલી નથી. જુઓ અન્ય આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝ અને સંગઠનોની શું પ્રતિક્રિયા છે.

જણાવી દઇએ કે ભારતે સોમવાર 5 ઑગસ્ટ 2019ના જમ્મુ કાશ્મીર સાથેની કલમ 370 ખતમ કરીને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો. ત્યાર બાદ પાકિસ્તાન થોથવાયેલું છે. આ મામલાને પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર અયોગ્ય રીતે પ્રસ્તુત કરવાના પ્રયત્ન કરે છે અને મદદની માગ કરે છે. જો કે તેને બધી બાજુએથી અસફળતા જ મળી રહી છે. બોખલાહટમાં પાકિસ્તાને ભારત સાથે રાજનૈતિક અને વ્યાપારી સંબંધો પૂરા કરવાની જાહેરાત કરી દીધી. પોતાના હવાઈ ક્ષેત્રને આંશિક સ્તરે પ્રતિબંધિત કર્યા. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ પણ અટકાવી દેવામાં આવી. તો ભારતમાં પણ કેટલાક વિપક્ષી દળ અને જમ્મુ કાશ્મીરના સ્થાનિક નેતા પણ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.

મલાલાએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો
એવામાં પાકિસ્તાનને તેમના પોતાના જ દેશની નોબેલ પુરસ્કાર વિજેતા 22 વર્ષની મલાલા યુસુફજઈએ અરીસો બતાવવાનું કામ કર્યું છે. મલાલાએ ટ્વીટ કરીને કલમ 370 પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ બાબતે ભારતના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેણે ટ્વીટ કરીને દક્ષિણ એશિયાના બધા દેશોને શાંતિ જાળવી રાખવાની અપિલ કરી છે. તેણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા ખાસ તો મહિલાઓ અને બાળકોને લઈને ચિંતાગ્રસ્ત છે, કારણકે તેમણે સૌથી વધુ હિંસા સહન કરી છે.

તણાવ ઘટાડવા બન્ને દેશ વાતચીત કરે :EU
જમ્મુ કાશ્મીર મુદ્દે યૂરોપિયન યૂનિયને કહ્યું કે, ભારત પાકિસ્તાન વચ્ચે કલમ 370 સમાપ્ત કરવા બાબતે તણાવ વધી રહ્યો છે, ઘટાડવા માટે બન્ને દેશોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ. વાતચીત દ્વારા જ આ તણાવ ઘટાડી શકાય છે.

તાલિબાનની પાકિસ્તાનને સલાહ
કાશ્મીર મુદ્દે તાલિબાને પણ પાકિસ્તાનને સલાહ આપી છે. તાલિબાન પાકિસ્તાનના વિપક્ષી નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના ભાઈ શાહબાજ શરીફના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કાશ્મીરની અત્યારની પરિસ્થિતિ અફઘાનિસ્તાન સાથે કરી હતી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે નિવેદન આપ્યું તે કાશ્મીર મુદ્દાને અફઘાનિસ્તાન સાથે જોડી દેવાથી મામલાનો ઉકેલ નહીં આવી જાય.

અન્ય દેશોએ કહ્યું આંતરિક મામલો
બાંગ્લાદેશના મહાસચિવ ઓબૈદુલ કાદરે કહ્યું કે, જમ્મુ કાશ્મીર સાથે 370 સમાપ્ત કરવું ભારતનો આંતરિક મામલો છે. આપણે અન્ય કોઇપણ દેશના આંતરિક મામલે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો કોઈ જ અધિકાર નથી. જો કે, અમે પરિસ્થિતિ પર ધ્યાન આપી જ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટરેસએ બન્ને દેશોને કાશ્મીર મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવા કહી છે.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

અમેરિકાએ પણ કહ્યું કે તે બન્ને દેશોને નિયંત્રણ રેખા પર શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. અમેરિકાએ કહ્યું, "અમે ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને અન્ય મામલે સીધી વાતચીતનું સમર્થન કરતાં રહેશું." જો કે ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની બોલી બોલે છે. ચીને કહ્યું કે તે કાશ્મીરમાં ભારત-પાકિસ્તાનના માધ્યમથી ત્રિકોણીય વિકાસની રૂપરેખા તૈયાર કરી રહ્યું હતું, પણ ભારતે બધી શક્યતાઓ ખતમ કરી દીધી.

malala yousafzai national news pakistan