એક પાકિસ્તાનીની ભારતને ગુહાર 'ધરતી પરથી મિટાવો જૈશ અને લશ્કરનું નામ'

15 February, 2019 03:05 PM IST  |  નેધરલેન્ડ

એક પાકિસ્તાનીની ભારતને ગુહાર 'ધરતી પરથી મિટાવો જૈશ અને લશ્કરનું નામ'

આતંકી સંગઠનને ખતમ કરવાની એક પાકિસ્તાનીની ગુહાર

જમ્મૂ કશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે સાંજે થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હોવાની ઘટનાથી જ્યારે આખો દેશ ગુસ્સામાં છે, ત્યારે પાકિસ્તાનીઓ પણ નારાજ છે. ભારતની સાથે પાકિસ્તાનીઓ પણ સોશિયલ મીડિયા પર પુલવામાં આતંકી હુમલાની નિંદા કરી રહ્યા છે. એટલું જ નહીં, પોતાના જ દેશના ખુંખાર આતંકી સંગઠનો પર કાર્રવાઈની માંગ કરી રહ્યા છે.

આ જ રીતે આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડમમાં રહેલા અહમદ વકાસ ગોરાયાને ભારત પ્રત્યે સંવેદના જાહેર કરતા ટ્વીટ કર્યું છે કે, 'અમે શાંતિપ્રિય પાકિસ્તાની પણ ભારતના ઋણી અને આભારી રહીશું, જો ભારત ખૂંખાર આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની સામે સેનાની કાર્રવાઈ કરીને તેની સામે સૈન્ય કાર્રવાઈ કરીને તેમને ખતમ કરી દે છે.'



અહમદે ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે, 'આ આતંકવાદીઓ અમારા માસૂમ બાળકોને પોતાના ખૂંખાર સંગઠનોમાં ભરતી કરે છે અને તેમના જનરલ આ આતંકીઓની રક્ષા કરશે છે.'

અહમદ મૂળ પાકિસ્તાનના છે અને હાલ તેઓ નેધરલેન્ડમાં નોકરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે.

શું છે જૈશ-એ-મોહમ્મદ?
જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનનું એક આતંકી સંગઠન છે. જેનો મુખ્ય ઉદેશ ભારતથી કશ્મીરને અલગ કરવાનો છે. એ સિવાય આ સંગઠન પશ્ચિમના દેશોમાં પણ આતંક ફેલાવવાનું કામ કરે છે. આ સંગઠનની સ્થાપના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મૌલાના મસૂદ અઝહરે વર્ષ 2000ના માર્ચ મહિનામાં કરી હતી. આ એ જ મસૂદ અઝહર છે જેમને છોડાવવા માટે 1999માં કંદહારથી વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ આતંકી સંગઠનમાં હરકલ-ઉલ-અંસાર અને હરકત-ઉલ-મુજાહિદ્દીના અનેક આતંકીઓ સામેલ છે. આ સંગઠનનો મુખિયા મૌલાના મસૂદ અઝહર પોતે પણ હરકત-ઉલ-અંસરાનો મહાસચિવ રહી ચુક્યો હતો.

ભારતમાં કરાવ્યા અનેક હુમલા
આ સંગઠને ભારતમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર માનવામાં આવે છે. જાન્યુઆરી 2002માં પાકિસ્તાને પણ આ સંગઠનને આતંકી બતાવીને તેના પર પ્રતિબંધ મુક્યો હતો. આ સંગઠન ભારત, પાકિસ્તાન અને બ્રિટેને જાહેર કરેલા આતંકવાગી સંગઠનોની યાદીમાં સામેલ છે.

jammu and kashmir terror attack pakistan