પાકિસ્તાની ઠગે બિલ ગેટ્સના ૭૪૪ કરોડ રૂપિયા લૂંટી લીધા

23 August, 2021 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરિફ નકવી માટે ૨૯૧ વર્ષની કેદ જાહેર થઈ શકે

આરિફ નકવી, બિલ ગેટ્સ

એક નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે કઈ રીતે આરિફ નકવી નામના પાકિસ્તાની ઠગે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પાસેથી ૧૦ કરોડ ડૉલર (લગભગ ૭૪૩.૫૩ કરોડ રૂપિયા) લૂંટી લીધા હતા. એક સમયે આરિફ નકવી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ધી અબરાજ ગ્રુપનો વડો હતો અને રોકાણકારો માટે નાણાં કમાઈ વિશ્વની ભલાઈ કરતો હતો. તે બિલ ગેટ્સ, બિલ ક્લિન્ટન તેમ જ ગોલ્ડમન સાશના ભૂતપૂર્વ સીઈઓ લોઇડ બ્લેન્કફેઇન જેવા વિશ્વના શક્તિશાળી લોકો સાથે સમય પસાર કરતો હતો. તે બરાક ઓબામાને પણ મળ્યો હતો. નકવીએ બિલ ગેટ્સના ભંડોળમાંથી ૭૮ કરોડ ડૉલર (લગભગ ૫૭૯૯.૫૦ કરોડ રૂપિયા)ની ઉચાપત કરી હતી, જેમાંથી ૩૮.૫ કરોડ ડૉલર (લગભગ ૨૮૬૨.૫૭ કરોડ રૂપિયા)  બિનહિસાબી હતા.

જોકે, તે ન્યૂ યૉર્કમાં હતો ત્યારે તેના જ એક કર્મચારીએ રોકાણકારોને નનામો ઇમેઇલ કરીને નકવીનો ભાંડો ફોડ્યો હતો. હાલમાં આરિફ નકવી જેલની સજા ભોગવી રહ્યો છે. તેને કદાચ ૨૯૧ વર્ષની જેલની સજા કરવામાં આવશે.

international news pakistan karachi bill gates