પાક.એ પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ મિસાઇલ શાહીન-1નું કર્યું પરિક્ષણ

18 November, 2019 07:17 PM IST  |  Mumbai Desk

પાક.એ પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ મિસાઇલ શાહીન-1નું કર્યું પરિક્ષણ

પાકિસ્તાને સોમવારે સતહથી સતહ સુધી મારો કરવામાં સક્ષમ શાહીન-1 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષણ આ મિસાઇલની મારક ક્ષમતા 650 કિલોમીટર છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને આની માહિતી આપી. સેના પ્રવક્તાએ જણાવ્યું કે આ મિસાઇલનું પરિક્ષણ પાકિસ્તાની સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે કરી છે. આ મિસાઇલને હત્ફ-4ના નામે પણ ઓળખવામાં આવે છે.

ગફૂરે મિસાઇલનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે આ મિસાઇલના પરિક્ષણનો ઉદ્દેશ્ય પાકિસ્તાની સેનાના રણનૈતિક કમાન્ડની ઑપરેશનલ તૈયારીઓને પારખવું હતું. તેમણે કહ્યું કે આના દ્વારા પાકિસ્તાનની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ ક્ષમતાને તપાસવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ મિસાઇલના ક્ષેત્રમાં ભારતના લગભગ બધાં વિસ્તારો આવશે. પાકિસ્તાને આ મિસાઇલનું પરિક્ષણ ક્યા કર્યું છે, તે હજી સુધી સ્પષ્ટ નથી થયું.

ઑગસ્ટમાં ગજનવી મિસાઇલનું કર્યું હતું પરિક્ષણ
આ પહેલા પાકિસ્તાને ઑગસ્ટ મહિનામાં ગજનવી મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. જણાવીએ કે બે દિવસ પહેલા જ ભારતે 2,000 કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનને મારી પાડવાની સક્ષમ અગ્નિ-2 બલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું હતું. ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ આ મિસાઇલનું પરિક્ષણ રાતના સમયે કરવામાં આવ્યું. આ મિસાઇલનું ગયા વર્ષે પરિક્ષણ કરવામાં આવ્યું હતું, પણ પહેલી વાર આ રાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ આ મિસાઇલની રેન્જને જરૂરિયાત પડવા પર 3,000 કિલોમીટર સુધી વધારી શકાય છે. આ પહેલી તક છે, જ્યારે ભારતે રાતના સમયે કોઇક મિસાઇસનું પરિક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે આ પરિક્ષણ ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કર્યું. ભારતમાં સુરક્ષા માટે આ મિસાઇલના સામેલ થવાથી સુરક્ષાને નવા આયામો મળ્યા છે.

pakistan