લોકસભામાં ઈમરાન ખાન પણ ઈચ્છે છે PM મોદીની જીત, જાણો કારણ

10 April, 2019 11:02 AM IST  |  ઈસ્લામાબાદ

લોકસભામાં ઈમરાન ખાન પણ ઈચ્છે છે PM મોદીની જીત, જાણો કારણ

ઈમરાન ખાન ઈચ્છે છે લોકસભામાં ભાજપની જીત

ઈમરાન ખાન, પાકિસ્તાનના PM ઈચ્છે છે કે ભારતમાં થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભારતીય જનતા પાર્ટી જીતે. જો ભાજપ જીતશે તો બંને દેશોને શાંતિવાર્તા માટે સારો મોકો મળશે. તેમણે કહ્યું જો ભારતમાં આાગામી સરકાર કોંગ્રેસની બને તો તેઓ પાકિસ્તાન સાથે બેધકડ સમજૂતી કરવામાં ભયભીત થઈ શકે છે. તેમણે આ વાત વિદેશી મીડિયા સામે કહી છે. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં તમામ આતંકી સંગઠનોને સમાપ્ત કરવા માટે દ્રઢ છે.

પાકિસ્તાનના વડાપ્રધાને પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે ભારતમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં જો ભાજપની જીત થાય છે તો તે પાકિસ્તાનના હિતમાં હશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કશ્મીરને લઈને કદાચ સમજૂતી થઈ શકે છએ. આ મોકા પર તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય તમામ આતંકવાદી સંગઠનોને ખતમ કરવા માટે તેઓ સંકલ્પિત છે. તેમણે કહ્યું કે આ અભિયાનમાં પાકિસ્તાનની સરકાર સેનાને પુરો સપોર્ટ કરશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને કહ્યું- ફરી હુમલો કરવાની તૈયારીમાં છે ભારત, હુમલાની તારીખ પણ આપી

જો કે, પાકિસ્તાનના વડાપ્રધાનના આ અટપટા નિવેદન પર ભારતની કોઈ પ્રતિક્રિયા નથી આવી. સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ બંને મૌન છે.

imran khan pakistan narendra modi bharatiya janata party congress Loksabha 2019