પાકિસ્તાનનો દાવો- કશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર થયું UN, આ તારીખે બેઠક

15 August, 2019 01:22 PM IST  |  ઈસ્લામાબાદ

પાકિસ્તાનનો દાવો- કશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર થયું UN, આ તારીખે બેઠક

કશ્મીર મુદ્દે પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાનના વિદેશ મંત્રીના સૂત્રોના હવાલેથી કશ્મીરના મુદ્દા પર એક મોટી જાણકારી મળી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શુક્રવાર એટલે કે 16 ઑગસ્ટે કશ્મીરની સ્થિતિને લઈને ચર્ચા કરશે. જણાવી દઈએ કે પાકિસ્તાનના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને કશ્મીર મુદ્દે દખલ આપવા માટે પત્ર લખ્યો હતો. જેમાં ભારતના જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારતના આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયની સામે વૈશ્વિક સમર્થન ન મળતું જોઈને પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ ધા નાખી છે. પાકિસ્તાને કશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે તાત્કાલિક બેઠક બોલાવવાની અરજી કરી છે. સમાચાર એજન્સી રૉયટરે પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા એક પત્રના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.

એજન્સીના પ્રમાણે આ પત્રના માધ્યમથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાને લખેલા પત્રમાં ભારત-પાકિસ્તાનના મામલા પર બેઠકમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે.

UNએ ન આપ્યું ધ્યાન
મહત્વવું છે કે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાના સંબંધમાં પાકિસ્તાને લખેલા પત્ર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકા કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી ચુક્યા છે. ત્યાં સુધીકે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસ પણ આ મામલે કોઈ ગંભીર ટિપ્પણી નથી કરી.

આ પણ જુઓઃ 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

ગુટેરેસે બંને દેશોને કશ્મીર મુદ્દે યથાસ્થિતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. હાલમાં જ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમને સમર્થન મળવું મુશ્કેલ છે, આપણે મુર્ખોના સ્વર્ગમાં ન રહેવું જોઈએ. પાકિસ્તાનીઓએ એ જાણી લેવું જોઈએકે તમારા માટે કોઈ ઉભું નથી, તમારે જ પ્રયાસ કરવો પડશે.

united nations world news pakistan imran khan