પાકિસ્તાનને છે વધુ એક એર સ્ટ્રાઈકનો ડર, નહીં ખોલે પોતાની એર સ્પેસ

12 July, 2019 05:41 PM IST  |  ઈસ્લામાબાદ

પાકિસ્તાનને છે વધુ એક એર સ્ટ્રાઈકનો ડર, નહીં ખોલે પોતાની એર સ્પેસ

પાકિસ્તાનને છે વધુ એક એર સ્ટ્રાઈકનો ડર, નહીં ખોલે પોતાની એર સ્પેસ

આતંકવાદને આશરો આપનાર પાકિસ્તાનને વધુ એક એર સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે. એવું અમે એટલા માટે કહી રહ્યા છે કે ભારત જ્યા સુધી પોતાના ફાઈટર વિમાનોને વાયુસેનાના એરબેઝથી નથી હટાવતું, ત્યાં સુધી તે કમર્શિયલ વિમાનો ઉડાવવા માટે પોતાની એર સ્પેસને નહીં ખલો. પાકિસ્તાનના વિમાનન સચિવ શાહરૂખ નુસરતે સંસદીય સમિતિને આ જાણકારી આપી છે.

ભારતીય વાયુ સેનાના ફાઈટર જેટ્સએ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. ભારતની આ કાર્રવાઈ બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાનું હવાઈ ક્ષેત્રે પુરી રીતે બંધ કરી દીધું હતું.

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના મહાનિર્દેશક નુસરતે ગુરૂવારે સ્થાયી સમિતિને જણાવ્યું કે તેમણે ભારતીય અધિકારીઓને સૂચના આપી દીધી છે કે જ્યાં સુધી તેઓ તેમના ફૉરવર્ડ પોઝિશનના ફાઈટર જેટને હટાવી નથી લેતું ત્યાં સુધી પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતના ઉપયોગ માટે ઉપલબ્ધ નહીં રહે.

નુસરતે સમિતિને જણાવ્યું કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનનો સંપર્ક કરીને આ પ્રતિબંધોને હટાવવાનો અનુરોધ કર્યો હતો. જે બાદ અમે ભારત સરકારને અમારી ચિંતાઓથી અવગત કરાવી છે. અને તેમને ફાઈટર પ્લેન હટાવવાનું કહ્યું છે. એ પછી જ આ મામલે અમે નિર્ણય લેશું.

પાકિસ્તાનના પ્રતિબંધ બાદ તમામ યાત્રીઓની ઉડાનોને ભારતે વૈકલ્પિક રસ્તે વાળી દીધી હતી. તો ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થતા થાઈલેન્ડથી પાકિસ્તાન આવતી ઉડાનો શરૂ નથી થઈ. એ સિવાય મલેશિયા માટે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સની ઉડાનો પણ હજી શરૂ નથી થઈ.

આ પણ વાંચોઃ ડેઈઝી શાહઃ પોતાની અદાઓથી ચાહકોને ગાંડા-ઘેલા કરી દે છે આ ગુજરાતી છોરી

મહત્વનું છે કે ગયા મહિને પાકિસ્તાને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેની આધિકારીક યાત્રા માટે વડાપ્રધાન મોદીને પોતાની એર સ્પેસનો ઉપયોગ કરવાની ખાસ અનુમતિ આપી હતી. જો કે વડાપ્રધાન મોદીએ તે એર સ્પેસનો ઉપયોગ ન કરતા બીજા રસ્તે જવાનું પસંદ કર્યું હતું.

pakistan world news