પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ

28 February, 2021 04:07 PM IST  |  Pakista | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય - જાગરણ)

પાકિસ્તાને પોતાના જળ ક્ષેત્રની સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને 17 ભારતીય માછીમારોને પકડી લીધા છે. તેમની ત્રણ બોટને પણ જપ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનની મેરીટાઈમ સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે આ માછીમારોને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાનના અધિકારીનું કહેવું છે કે જ્યારે આ લોકો પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓએ તેમની વાત સાંભળી નહી. આ ઘટના પાકિસ્તાની જળ ક્ષેત્રમાં સર ક્રીકની છે. આ માછીમારોને કરાચીની જેલમાં મોકલવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા પણ પાકિસ્તાને 23 માછીમારોને પકડ્યા હતા અને તેમની ચાર બોટ જપ્ત કરી લીધી હતી.

ભારત અને પાકિસ્તાન બન્ને જ માછીમારોની ધરપકડ કરતા રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અરબ સાગરમાં સીમાને લઈને સહી અંદાજો નહીં લગાવી શક્યા. માછીમારો તકનીકી રીતે તેમનું ચોક્કસ સ્થાન જાણવા માટે સક્ષમ નહોતા. લાલફીતાશાહી અને ન્યાયિક પ્રક્રિયામાં વિલંબના કારણે ઘણી વખત માછીમારોને એક-એક વર્ષ સુધી જેલમાં કેદ કરવાની ફરજ પડે છે.

india pakistan world news international news