વર્ક ફ્રૉમ હોમ : અમેરિકામાં અનેક ઑફિસો અપાર્ટમેન્ટ્સમાં ફેરવાઈ

24 January, 2022 10:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રિયલ એસ્ટેટમાં આ પ્રકારના ટ્રેન્ડથી અફોર્ડેબલ હાઉસિંગની શૉર્ટેજ પણ ઘટી શકે છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કોરોનાની મહામારીના કારણે સતત વર્ક ફ્રૉમ હોમ મોડની રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ અસર થઈ છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા છે ત્યારે અનેક ઑફિસિસ અને હોટેલ્સને હવે અપાર્ટમેન્ટમાં કન્વર્ટ કરવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે આ નવા અપાર્ટમેન્ટ્સમાં કામ કરવા માટે ખાસ સ્પેસ પણ રાખવામાં આવી રહી છે, કેમ કે અનેક લોકો હજી ઘરેથી કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. 
અપાર્ટમેન્ટ લિસ્ટિંગ સર્વિસ રેન્ટ કૅફે દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે અમેરિકામાં ગયા વર્ષે ઑફિસિસ, હોટેલ્સ કે અન્ય પ્રૉપર્ટીને કન્વર્ટ કરીને ૨૦,૧૦૦ અપાર્ટમેન્ટ્સ બનાવાયાં હતાં. ૨૦૨૦ની સરખામણીમાં આ સંખ્યા બમણી છે. 
રિયલ એસ્ટેટમાં આ પ્રકારના ટ્રેન્ડથી અફોર્ડેબલ હાઉસિંગની શૉર્ટેજ પણ ઘટી શકે છે. જેનાથી મકાનોની કિંમત અને ભાડામાં ઘટાડો થશે એવી અપેક્ષા છે. 

coronavirus covid19 international news