વાઇટ હાઉસમાં ગાજ્યો વિવાદઃ બગદાદીને પકડાવનાર શ્વાન નર હતો કે માદા?

28 November, 2019 08:57 AM IST  |  US

વાઇટ હાઉસમાં ગાજ્યો વિવાદઃ બગદાદીને પકડાવનાર શ્વાન નર હતો કે માદા?

શ્વાન કોનન

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સના મુખિયા અબુ બક્ર અલ બગદાદીને છેલ્લી ક્ષણોમાં દોડાવી-દોડાવીને હંફાવનાર શ્વાન નર હતો કે માદા એનો વિવાદ વાઇટ હાઉસમાં ગાજ્યો હતો. બગદાદીનો અંત લાવવામાં કોનન નામના શ્વાનની ભૂમિકા વિશ્વભરમાં પ્રશંસાનો વિષય બની છે. એને પગલે કોનનનું વાઇટ હાઉસમાં સન્માન પણ કરવામાં આવ્યું અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ જોડે કોનનની તસવીરો પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થઈ હતી. જોકે ત્યારથી એ નર કે માદા છે એ વિશે સોશ્યલ મીડિયામાં તથા અન્યત્ર વિવાદ શરૂ થયો છે.
વાતનું મૂળ એ હતું કે બેલ્જિયન મેલિનોઇસ જાતિના શ્વાનની પ્રશંસા કરતી વેળા પ્રેસિડન્ટ ટ્રમ્પે કોનનનો ઉલ્લેખ નર તરીકે કર્યો હતો. પ્રેસિડન્ટે કોનન પર પ્રશંસા વરસાવ્યાંની થોડી ક્ષણો પછી વાઇટ હાઉસના અધિકારીઓએ એ માદા શ્વાન હોવાની સ્પષ્ટતા કરી હતી. સિરિયાના એક કમ્પાઉન્ડમાં ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સના વડા અબુ બક્ર અલ બગદાદીનો પીછો કરતી વખતે કોનન ઇલેક્ટ્રિક વાયર્સના સંપર્કમાં આવતાં એને ઈજા પણ થઈ હતી. જોકે છેવટ સુધી કોનનના ભયથી બગદાદી દોડતો રહ્યો અને ગુફા તરફ જતાં આત્મઘાતી પગલું લીધું હતું. 

આ પણ જુઓઃ સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

લાંબા વિવાદ પછી અમેરિકાના સંરક્ષણ ખાતાએ કોનન નર શ્વાન હોવાની સ્પષ્ટતા કરતાં ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયું હતું. જોકે ટ્વિટર પર હજી ચર્ચા ચાલુ જ છે. કેટલાક કહે છે કે ફોટોમાં કોનન માદા હોવાનું સ્પષ્ટ જણાય છે. અમેરિકાના સેનેટર ટેડ ક્રુઝે મજાકમાં કહ્યું કે ‘અરે કોનન પોતાને બિલાડી તરીકે ઓળખાવે છે.’ લોકો ગમે એ ચર્ચા કરે, અમેરિકાના સંરક્ષણ ખાતાના અધિકારીઓએ કહ્યા પ્રમાણે કોનન કૂતરો જ છે, કૂતરી નહીં.

white house united states of america