ઉત્તર કોરિયાએ કિમ જોંગની હાજરીમાં મલ્ટીપલ રોકેટનું પરીક્ષણ કર્યું

26 August, 2019 03:40 PM IST  |  Mumbai

ઉત્તર કોરિયાએ કિમ જોંગની હાજરીમાં મલ્ટીપલ રોકેટનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ રોકેટ લોન્ચરનું પરિક્ષણ કર્યું (PC : Twitter)

Mumbai : મળી રહેલ માહિતી પ્રમાણે ઉત્તર કોરિયાએ પરમાણું પરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા છેલ્લા ઘણા સમયથી પરમાણુ પરીક્ષણ પર વિરામ મુકવામાં આવ્યો હતો. હાલમાં જ ઉત્તર કોરિયાએ સુપર લાર્જ મલ્ટિપલ રોકેટ લોંચરનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને પણ નિહાળ્યું હતું.આ પરીક્ષણની જાણકારી ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે આ હથિયારની ઉત્તર કોરિયાને બહુ જ જરૂર હતી અને આવું કિમ જોંગ ઉને પણ પરીક્ષણ બાદ કહ્યું હતું.

ઉ.કોરિયાએ બે મિસાઇલ પરીક્ષણ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ નાખુશ
ઉત્તર કોરિયાએ શનિવારે બે મિસાઇલોનું પરીક્ષણ કર્યુ હતું, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરીક્ષણોથી ખુશ નહોતા. જી-7 સમિટ વચ્ચે જ ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ કર્યું છે તેથી ટ્રમ્પ પણ ગુસ્સે ભરાયા હતા, ટ્રમ્પે કહ્યું હતું કે હું આ પરીક્ષણથી ખુશ નથી. બીજી તરફ જાપાને ઉત્તર કોરિયાના આ પરીક્ષણની ટીકા કરી હતી, જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. આ વર્ષે જૂન મહિનામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે ઉત્તર કોરિયામાં મુલાકાત યોજાઇ હતી ત્યારે ઉત્તર કોરિયાએ આવા કોઇ પરીક્ષણ નહીં કરીએની ખાતરી આપી હતી અને હવે પરીક્ષણ કરવા લાગ્યું છે તેથી અમેરિકાની સાથે ફરી વિવાદ સર્જાય તેવી શક્યતાઓ છે. એક જ મહિનામાં ઉત્તર કોરિયાએ સાતમા પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું છે.

આ પણ જુઓ : PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

દ.આફ્રિકાએ બે ટુંકી રેંજની બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
પહેલી ઓગસ્ટે ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે લાર્જ સ્કેલ મલ્ટિપલ રોકેટ ગાઇડ સિસ્ટમ ડેવલપ કરી છે. દક્ષિણ આફ્રિકાએ બે ટુંકી રેંજની બેલિસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી તેના થોડા સમય બાદ જ ઉત્તર કોરિયાએ પણ આ પરીક્ષણો કરવાનું શરૂ કરી દીધુ છે. તેથી હાલ આ એક સમયના દુશ્મન દેશો ફરી વિવાદ ઉભો કરવા જઇ રહ્યા છે.

kim jong-un north korea south korea