નીતા અંબાણી અમેરિકાની મોટા આર્ટ મ્યુઝિયમના પહેલા ભારતીય ટ્રસ્ટી બન્યા

13 November, 2019 04:00 PM IST  |  Mumbai

નીતા અંબાણી અમેરિકાની મોટા આર્ટ મ્યુઝિયમના પહેલા ભારતીય ટ્રસ્ટી બન્યા

નીતા અંબાણી (PC : The Hindu Business)

રિલાયન્સ ફાઉન્ડેશનના નીતા અંબાણીએ ફરી દેશને ગૌરવ અપાવ્યું છે. અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમ ન્યુયોર્ક મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં ચુટાઇ આવ્યા છે. આમ હવે નીતા અંબાણી મ્યુઝિયમના પહેલા ભારતીય માનદ (ઓનરરી) ટ્રસ્ટી બન્યા છે. મ્યુઝિયમના ચેરપર્સન ડેનિયલ બ્રોડસ્કીએ આ માહિતી મંગળવારે આપી છે. નીતા અંબાણી છેલ્લ ઘણાં વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝીયમના દેખાવકારોને સપોર્ટ કરી રહ્યાં છે. આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે.


વિશ્વભરમાં ભારતની કલા-સંસ્કૃતિનો નીતા અંબાણી પ્રચાર કરી રહ્યા છે
નીતા અંબાણીએ 2017માં કહ્યું હતું કે મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પ્રદર્શનની તક મળી અને અમે કલા ક્ષેત્રમાં કામ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહી છે. તે દેશમાં સ્પોર્ટ્સ અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ન્યુયોર્કનું મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વર્ષ જૂનુ છે
મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વર્ષ જૂનું છે. અહી વિશ્વભરની 5000 વર્ષ જૂની કલાકૃતિઓ પણ છે. દર વર્ષે લાખો લોકો મ્યુઝિયમ જોવા જાય છે. તેમાંના ઘણા અબજપતિ અને સેલિબ્રિટી પણ હોય છે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ મંગળવારે કહ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યુઝિયમની કલાના અધ્યયન અને પ્રદર્શનની ક્ષમતાઓમાં ખૂબ જ વધારો થયો.

nita ambani world news national news