કૌભાંડી નીરવ મોદીની પત્ની અમીની અમેરિકાથી ધરપકડ થશે?

25 August, 2020 05:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૌભાંડી નીરવ મોદીની પત્ની અમીની અમેરિકાથી ધરપકડ થશે?

નીરવ મોદી

ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના રૂ. 13,500 કરોડના લોન કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી (Nirav Modi)ના પત્ની અમી મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી છે. રેડ કોર્નર નોટિસ એક આંતરાષ્ટ્રીય ધરપકડ વોરન્ટ છે. અમી હાલ અમેરિકામાં હોવાનું કહેવાય છે.

પીએનબીમાંથી લીધેલા નાણાંનું જે કંપનીઓ મારફતે મની લોન્ડરિંગ કરાયું તે પૈકી કેટલીક કંપનીઓમાં અમી ડાયરેક્ટર હતી. પરિણામે એફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ અમીને પીએનબી મની લોન્ડરિંગ કેસમાં આરોપી દર્શાવ્યા છે.

ED અમી મોદીને ગયા વર્ષે માર્ચમાં પહેલીવાર આ કેસમાં આરોપી ગણી હતી. ઈડીની ભલામણને આધારે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી છે. ભારતમાં મની લોન્ડરિંગના કેસમાં અમી મોદી વિરુદ્ધ આ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.

પીએનબી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ હાથ ધરવામાં આવતા જ 2018ના જાન્યુઆરીમાં અમી તેના પતી નીરવ મોદી સાથે દેશ છોડીને ભાગી ગઈ હતી. તે હાલ અમેરિકામાં હોવાનું જણાય છે.

2019ના માર્ચમાં નીરવ મોદીની લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. ગત વર્ષે તેને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરાયો હતો. ચાલુ મહિને યુકેની કોર્ટે ભાગેલુ ઉદ્યોગપતિ નીરવ મોદીને યુકેની કોર્ટે 27 ઓગસ્ટ સુધી જેલમાં રહેવા આદેશ આપ્યો હતો.

Nirav Modi international news