ન્યુ ઝીલૅન્ડના આ સંસદસભ્યએ સંસ્કૃતમાં શપથ લીધી, જાણો કેમ?

26 November, 2020 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ન્યુ ઝીલૅન્ડના આ સંસદસભ્યએ સંસ્કૃતમાં શપથ લીધી, જાણો કેમ?

તસવીર સૌજન્યઃ ડૉ.ગૌરવ શર્માનું ટ્વીટર અકાઉન્ટ

તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડમાં નવા ચૂંટાયેલા સંસદસભ્ય ડૉ.ગૌરવ શર્માનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ભારતના હિમાચલ પ્રદેશના મૂળના ગૌરવ શર્માએ ન્યુ ઝીલૅન્ડમાં મેડિકલ ડિગ્રી મેળવી અને હાલમાં જ સંસદસભ્ય બન્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલા અહેવાલ મુજબ, ડૉ.ગૌરવ શર્માએ શપથ ન્યુ ઝીલૅન્ડની સ્થાનિક ભાષા ટી રીઓ ઉપરાંત સંસ્કૃતમાં પણ લીધી હતી. ગૌરવ શર્માનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

તેમણે કહ્યું કે, હુ જ્યારે ભારતમાં સ્કૂલમાં હતો ત્યારે સંસ્કૃત શીખતો હતો. સંસ્કૃત ભાષા 3500 વર્ષ જુની છે. મને કહેવામાં આવી રહ્યુ છે કે ભારતની બહાર સંસ્કૃતમાં શપથ લેનાર હુ ફક્ત બીજો વ્યક્તિ છું.

આ વર્ષની શરૂઆતમાં સુનીનામીસી પ્રેસિડેન્ટ ચંદ્રીકાપરસાદ સંતોક્શી સંસ્કૃતમાં શપથ લેનાર પ્રથમ વ્યક્તિ હતા. સોશ્યલ મીડિયામાં ઘણા લોકોએ ગૌરવ શર્માને પૂછ્યું કે તેમણે હિંદીમાં શા માટે શપથ ન લીધી, જેની સામે ગૌરવે જવાબ આપ્યો કે સાચુ કહુ તો મારી પહેલા ભાષા પહારી કે પંજાબી છે. દરેકને ખુશ રાખવા મુશ્કેલ છે. સંસ્કૃતમાં એટલે શપથ લીધી કારણ કે આનાથી દરેક ભારતીય ભાષાને સન્માન મળે છે.

new zealand international news