ત્રણ કોરોના કેસ નોંધાતાં ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડમાં ત્રણ દિવસનું લૉકડાઉન

15 February, 2021 01:42 PM IST  |  Auckland | Agencies

ત્રણ કોરોના કેસ નોંધાતાં ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડમાં ત્રણ દિવસનું લૉકડાઉન

પ્રતીકાત્મક તસવીર

તાજેતરના નોંધાયેલા ત્રણ નવા કેસને બાદ કરતાં છેલ્લા કેટલાય મહિનાઓથી ન્યુ ઝીલૅન્ડમાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નહોતો, જેને પગલે ન્યુ ઝીલૅન્ડને કોરોના વાઇરસને કાબૂમાં લેવામાં સફળ થયેલા લગભગ ૧૦૦ દેશોના ઇન્ડેક્સમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવનારા દેશ તરીકે સ્થાન મળ્યું હતું. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને કોરોના વાઇરસના ત્રણ નવા કેસ નોંધાતાં દેશના સૌથી મોટા શહેર ઑકલૅન્ડ સિટીમાં ગઈ કાલથી ત્રણ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને લૉકડાઉન લાગુ કરતાં કહ્યું હતું કે દેશમાં રોગચાળાને દૂર કરવા માટે પાછલા વર્ષે લેવામાં આવેલાં સાવચેતીનાં પગલાંનું પુનરાવર્તન કરતાં ઑકલૅન્ડ શહેરમાં ત્રણ દિવસનું લેવલ-૩ લૉકડાઉન લાગુ કરવામાં આવે છે, જેમાં આવશ્યક ચીજોની ખરીદી કે કામ સિવાય તમામ લોકોએ ઘરમાં જ રહેવાનું છે.

new zealand coronavirus