ગજબ છે હો!ચીનમાં ચહેરો બતાવીને લોકો કરી રહ્યા છે શોપિંગ, જાણો કેવી રીતે

06 September, 2019 12:02 PM IST  |  ચીન

ગજબ છે હો!ચીનમાં ચહેરો બતાવીને લોકો કરી રહ્યા છે શોપિંગ, જાણો કેવી રીતે

ચીનમાં ચહેરો બતાવીને લોકો કરી રહ્યા છે શોપિંગ

ધારો કે તમે શોપિંગ કરવા જાવ અને વૉલેટ અને ફોન ભૂલી જાવ, તો શું થાય? નથી તમારી પાસે ફોન, નથી પૈસા, નથી કાર્ડ. આવી સ્થિતિ માટે ચીનમાં નવી પેમેન્ટ સિસ્ટમ સામે આવી રહી છે. આ સિસ્ટમ તમારા ચહેરાને ઓળખીને પેમેન્ટ કરે છે. ચીન આખા દેશમાં આ સિસ્ટમ લાગુ કરવાં છે. જો આ સિસ્ટમ અમલમાં આવે તો ક્યૂઆર કોડની ટેક્નિક પણ જૂની થઈ જશે.

જાણો શું છે ફેસિયલ સિસ્ટમ
ફેસિયલ સિસ્ટમ ખૂબ જ સરળ છે. એક ઉપભોક્તા સ્ટોરમાંથી પોતાની જરૂર પ્રમાણે સામાન ખરીદે છે અને જ્યારે પેમેન્ટની વાત આવે ત્યારે તેણે પોઈન્ટ ઑફ સેલની સામે ઉભા રહીને ભરવું પડે છે. આ મશીનમાં કેમેરા લાગેલા હોય છે જે ઉપભોક્તાની તસવીર ખેંચવાની સાથે તેની પહેચાન પણ કરી લે છે.

આ માટે એ જરૂરી છે કે કસ્ટમરનું અકાઉન્ટ લિંક થયેલું હોય. ફેસિયલ પેમેન્ટ મશીનનો ઉપયોગ કરતી બો હૂ એક બેકરીમાં મુખ્ય સૂચના અધિકારી છે. તે કહે છે કે, મારે ખરીદી કરતી વખતે હવે મોબાઈલ ફોન કે વૉલેટ સાથે રાખવાની જરૂર નથી. મારો ચહેરો જ કાફી છે.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

અલગ કામ માટે થતો રહ્યો છે આ ટેક્નિકનો ઉપયોગ
ફેસિયલ પેમેન્ટ સંબંધી સોફ્ટવેરનો પહેલેથી જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે લોકો પર નજર રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી અપરાધીઓને પકડવા તેનો ઉપયોગ થતો રહ્યો છે. અને હવે તેનો પેમેન્ટ માટે થાય છે.

અલીબાબા આ ટેક્નિકના વપરાશમાં સૌથી વધુ આગળ

ચીનમાં આ ટેક્નિકના વપરાશમાં સૌથી વધુ આગળ છે. તેણે સો જેટલા શહેરોમાં આ સિસ્ટમ સ્થાપિત કરી દીધી છે. સાથે આ સિસ્ટમની અપગ્રેડ પણ સામે આવી રહી છે. જેનાથી તે વધુ એડવાન્સ બની રહી છે.

china tech news