આ વ્યક્તિએ 280 કિલોમીટરની ઝડપે ચલાવી સાઈકલ !

23 August, 2019 03:42 PM IST  | 

આ વ્યક્તિએ 280 કિલોમીટરની ઝડપે ચલાવી સાઈકલ !

સૌથી મોટો સવાલ છે કે શું તમે આટલી ઝડપે સાઈકલ ચલાવી શકો છો ? સામાન્ય રીતે આ શક્ય નથી, કે કોઈ વ્યક્તિ આટલી ઝડપે સાઈકલ ચલાવી શકે. પરંતુ આ વાત શક્ય બનાવી છે કે ઈંગ્લેન્ડના નીલ કેમ્પબેલે. તેમણે 280 કિલોમીટરની ઝડપે સાઈકલ ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 268 કિલોમીટર પ્રતિ કલાકનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

નીલ કેમ્પબેલે નોર્થ યોર્કશાયરના 3.2 કિલોમીટર લાંબા એલવિંગ્ટન એરફિલ્ડ પર આ નવો રેકોર્ડ બનાવ્યો છે. 280 કિલોમીટરની સ્પીડ મેળવવા માટે તેમની સાઈકલને પોર્શની કાર પાછળ બાંધવામાં આવી હતી. જેથી તેમને ફૂલ સ્પીડ મળી શકે. કેટલાક અંતર બાદ તેમની સાઈકલ કારથી અલગ કરી દેવામાં બાદમાં તેમણે પોતાની તાકાતથી 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાઈકલ ચલાવી હતી.

આ રેકોર્ડ બનાવવા માટે તેમણે 13 લાખ રૂપિયાની વિશિષ્ટ પ્રકારની સાઈકલનો ઉપયોગ કર્યો છે, જે ફાસ્ટ ચલાવવા માટે બનાવવામાં આવી હતી. આ રેકોર્ડ બનાવીને કેમ્પબેલ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. તેઓ આ રેકોર્ડ માટે પોતાની ટીમને શ્રેય આપે છે.

આ પણ વાંચોઃ 'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં ? જાણો આવા કેટલાક રાઝ

હવે તેમનો આગામી ટાર્ગેટ 296 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો વર્લ્ડ રેકોર્ડ તોડવા ઈચ્છે છે. આ રેકોર્ડ અમેરિકન સાઈકલિસ્ટ ડેનિસ મ્યૂલર કોરનેક નામની મહિલાએ 2018માં બનાવ્યો હતો. કેમ્પબેલ આગામી વર્ષે 354 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વર્લ્ડ રેકોર્ડ બનાવવા ઈચ્છે છે.

sports