Twitter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટ પરથી હટશે બૅન

11 May, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમેરિકન સંસદ ભવનમાં ગયા વર્ષે છ જાન્યુઆરીના ઉપદ્રવીઓને જબરજસ્તી ઘુસવાની ઘટના પછી ટ્વિટરે ટ્રમ્પના અકાઉન્ટ પર બૅન મૂક્યો હતો.

એલન મસ્ક (ફાઈલ તસવીર)

ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એલન મસ્કે (Elon Musk)કહ્યું કે તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પર લાગેલા ટ્વિટરના સ્થાઈ પ્રતિબંધને પાછો ખેંચી લેશે. ટ્વિટરના અધિગ્રહણની યોજનાને અમલીકરણ કરનારા મસ્કે કારના ભવિષ્યને લઈને આયોજિત એક સંમેલનને વીડિયો કૉન્ફ્રેન્સના માધ્યમે સંબોધિત કરતા આ વાત કરી.

મસ્કે કહ્યું, ટ્વિટર દ્વારા ટ્રમ્પ પર લાગૂ પાડવામાં આવેલ પ્રતિબંધ `નૈતિક રીતે અયોગ્ય નિર્ણય` હતો. તેમણે સોશિયલ મીડિયા કંપનીના આ નિર્ણયને `ખૂબ જ મૂર્ખતાપૂર્ણ` જાહેર કર્યો. તેમણે કહ્યું કે ટ્વિટર દ્વારા અકાઉન્ટ પર સ્થાઈ પ્રતિબંધ દુર્લભ પરિસ્થિતિઓમાં હોવું જોઈએ અને એવા પગલાં તે અકાઉન્ટ માટે ઉઠાવવામાં આવવા જોઈએ, જે ગરબડ કરનારા છે. હકિકતે અમેરિકન સંસદ ભવનમાં ગયા વર્ષે છ જાન્યુઆરીના ઉપદ્રવીઓને જબરજસ્તી ઘુસવાની ઘટના પછી ટ્વિટરે ટ્રમ્પના અકાઉન્ટ પર બૅન મૂક્યો હતો.

જાણો શું છે આખી ઘટના
ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબે 6 જાન્યુઆરી 2021ના કેપિટલ પરિસર (સંસદ ભવન)માં થયેલી હિંસા બાદ ટ્રમ્પનું અકાઉન્ટ બૅન કરી દેવામાં આવ્યું હતું. તે દિવસે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકન કૉંગ્રેસને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જૉ બાઈડનની જીતને પ્રમાણિત કરતા અટકાવવાના પ્રયત્નમાં કૅપિટલ પરિસર પર હિંસક રીતે ઘામો બોલાવ્યો. ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબે શંકા વ્યક્ત કરી હતી કે તે આગળ પણ પોતાના સમર્થકોને હિંસાને પ્રોત્સાહિત કરી શકે છે.

international news elon musk twitter donald trump