ભારતથી પણ સખત છે આ દેશોમાં ટ્રાફિક રૂલ્સ, દંડ ભરવા માટે લેવી પડે છે લોન

13 September, 2019 09:52 AM IST  |  મુંબઈ

ભારતથી પણ સખત છે આ દેશોમાં ટ્રાફિક રૂલ્સ, દંડ ભરવા માટે લેવી પડે છે લોન

ભારતથી પણ સખત છે આ દેશોમાં ટ્રાફિક રૂલ્સ

રસ્તા પર થતા અકસ્માતમાં સૌથી વધુ મોત ધરાવતા દેશની રેસમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારે એક સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ કર્યો છે. જે બાદ તમામ રાજ્યો અને રાજનૈતિક દળોમાં હાયતોબા મચેલી છે. જો કે એવા પણ કેટલાક દેશો છે, જેમને ત્યાં ટ્રાફિક ચલણ માટેનો દંડ ભારત કરતા ઘણો વધારે છે. ભારતથી ખૂબ જ નાનો અને આર્થિક રૂપથી પાછળ એવો દેશો પણ આ મામલે આપણા કરતા ઘણું આગળ છે. સાથે સજાની પણ જોગવાઈ છે. કેટલીક જગ્યાએ લોકો પર દંડ ભરવા માટે લોન સુદ્ધા લેવી પડે છે અથવા તો ક્રેડિટ કાર્ડથી દંડની ચુકવણી કરી શકે છે. અહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ એક મહીનાના પગાર કરતા પણ વધારે હોય છે. આવો જાણીએ તેવા કેટલાક દેશો વિશે...

અમેરિકા
અમેરિકામાં ટ્રાફિકના નિયમનો એટલા કડક હતા કે અહીં વાહન ચાલકોને એ સાઈન બોર્ડનું પણ સખતાઈથી પાલન કરવું પડે છે, જેને ભારતમાં નજરઅંદાજ કરી દેવામાં આવે છે. એટલે કે જો અમેરિકામાં જો રસ્તા પર રોકાવાનું સાઈન બોર્ડ લાગ્યું છે તો વાહન ચાલકે રોકવું અનિવાર્ય છે, ભલે રસ્તો આખો ખાલી હોય. વાહન ચાલક રોકાઈને રસ્તા પર બંને તરફ જોવું પડશે અને તે બાદ જ તે આગળ વધી શકે છે. જો ત્યાં રેડ લાઈટ છે તો રસ્તો આખો ખાલી હોવાના કારણે વાહન ચાલકને ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી રાહ જોવી અનિવાર્ય છે.

અમેરિકામાં દંડ
સીટ બેલ્ટ વગર- 25 ડૉલર(18, 000 રૂપિયા)
લાઈસન્સ વગર- 1000 ડૉલર(72, 000 રૂપિયા)
હેલમેટ વગર-300 ડૉલર(22,000 રૂપિયા)
નશામાં ડ્રાઈવિંગ- ત્રણ મહિના માટે લાઈસન્સ કેન્સલ અને દંડ
ડ્રાઈવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ-10 હજાર ડૉલર(7.23 લાખ રૂપિયા)

સિંગાપુર
અમેરિકાની જેમ સિંગાપુરમાં ટ્રાફિકના નિયમો એટલા સખત છે કે વાહન ચાલક ખુદ તમામ સિગ્નલ અને રોડ માર્કિંગનું પાલન કરે છે. ભારતની જેમ સિંગાપુરમાં વાહન ચાલકોને ઝિબ્રા ક્રૉસિંગ અને ટ્રાફિક લાઈટ્સનું પાલન કરાવવા માટે જગ્યાએ જગ્યાએ પોલીસ ઉભી નથી રહેતી.

સિંગાપુરમાં દંડ
સીટ બેલ્ટ વગર-8, 000 રૂપિયા
લાઈસન્સ વગર- 3 લાખ રૂપિયા
નશામાં ડ્રાઈવિંગ - 5000 ડૉલર અને 3 મહિનાની જેલ, બીજી વાર 7 લાખનો દંડ
ડ્રાઈવિંદ દરમિયાન ફોનનો ઉપયોગ - 1, 000 ડૉલર અથવા તો 6 વર્ષની સજા

રશિયા
અહીં માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પર્યાપ્ત નથી. તમારે તમારી ગાડી પણ સાફ અને સુંદર રાખવી જરૂરી છે. ગાડી ગંદી થવા પર અહીં 3000 રૂબલનું ચલણ કપાય છે. રેશ ડ્રાઈવિંગ અહીં ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. ગાડીમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો અનિવાર્ય છે. નશામાં ગાડી ચલાવવા પર 50 હજાર રૂબલનું ચલણ છે. સાથે જ 3 વર્ષ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

દુબઈ
રશિયાની જેમ અહીં પણ ગાડી ગંદી હોય તો ભારે દંડ ભરવો પડી શકે છે. અહીં તૂટેલી કે ક્ષતિ ગ્રસ્ત ગાડીઓ પણ લાંબા સમય સુધી નથી રાખી શકાતી. એવું કરો તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવે છે.

ભૂટાન
ભલે આ દેશ ઘણા મામલે ભારત કરતા પાછળ હોય પરંતુ ટ્રાફિકના નિયમોના પાલનમાં તે આપણા કરતા ઘણો આગળ છે. ભૂટાનમાં ટ્રાફિક સિગ્નલ વગર પર ટ્રાફિક સારી રીતે ચાલે છે. જ્યાં લેન ડ્રાઈવિંગનું પણ પાલન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!

તાઈવાન
ભારતથી ઘણો નાનો આ દેશ લગભગ દરેક મામલામાં ભારતથી પાછળ છે. તાઈવાન, ક્યારેક ચીનનો ભાગ હતું. અહીં નશામાં ગાડી ચલાવો તો 4 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે.

national news