રશિયાની સ્કૂલમાં ગોળીબાર : બાળકો સહિત 9નાં મોત

12 May, 2021 01:28 PM IST  |  Moscow | Agency

રશિયાના તાતારસ્તાન પ્રાંતના કઝાન શહેરની એક સ્કૂલમાં બે અજાણ્યા માણસોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત ૯ જણ માર્યા ગયા હતા અને ૧૦ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાં ૮ બાળકો અને એક શિક્ષકનો સમાવેશ છે.

રશિયાની સ્કૂલમાં ગોળીબાર

રશિયાના તાતારસ્તાન પ્રાંતના કઝાન શહેરની એક સ્કૂલમાં બે અજાણ્યા માણસોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત ૯ જણ માર્યા ગયા હતા અને ૧૦ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાં ૮ બાળકો અને એક શિક્ષકનો સમાવેશ છે. ચાર ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળીબાર શરૂ થયા પછી સ્કૂલનું મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું.

ગોળીબાર શરૂ કરાયા પછી વિદ્યાર્થીઓ ક્લાસરૂમ્સની બારીઓમાંથી કૂદીને બહાર નીકળવા માંડ્યા હતા. બે હુમલાખોરોમાંથી એક ૧૭ વર્ષના આરોપીને થોડા વખતમાં ઝબ્બે કરવામાં આવ્યો હતો. અન્ય હુમલાખોર કલાકો સુધી સ્કૂલના મકાનમાં છુપાઈ રહ્યો હતો. ઘટના નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ પહેલાં વિસ્ફોટ કર્યો હતો અને પછી ગોળીબાર શરૂ કર્યો હતો.  

russia international news