નૉર્થ કોરિયામાં ૧૦ લાખથી વધુ કોરોનાના કેસની આશંકા

17 May, 2022 08:58 AM IST  |  Seoul | Gujarati Mid-day Correspondent

૫૦ જણનાં મોત નીપજ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર નૉર્થ કોરિયામાંથી કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે આ દેશના નેતા કિમ જોંગ-ઉને આરોગ્ય અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને દવાઓની વહેંચણીમાં મદદ કરવાનો આર્મીને આદેશ આપ્યો હતો. ૧૦ લાખથી વધુ લોકો બીમાર છે, પરંતુ નૉર્થ કોરિયા એને ‘તાવ’ના કેસ જ ગણાવી રહ્યું છે. ૫૦ જણનાં મોત નીપજ્યાં છે. નૉર્થ કોરિયામાં ટેસ્ટિંગ માટે મર્યાદિત કૅપેસિટી છે. એટલા માટે જ બહુ ઓછા કેસ કન્ફર્મ થઈ શક્યા છે. વૅક્સિનેશનના અભાવે અને નબળી આરોગ્યવ્યવસ્થાના કારણે નૉર્થ કોરિયામાં સ્થિતિ હજી ખરાબ થઈ શકે છે. અહીં દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દેશે ગયા અઠવાડિયામાં એના સૌપ્રથમ કન્ફર્મ કોવિડ કેસ વિશે જાહેર કર્યું હતું. જોકે એક્સપર્ટ્સ અનુસાર આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે.

international news coronavirus covid19 north korea